રાજકોટ મહાપાલિકામાં આજે સવારે વહીવટદાર રેમ્યા મોહન ચાર્જ સંભાળી રહ્યા ત્યારે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં વોર્ડ નં.૩ના યોગરાજ નગર વિસ્તારના રહીશોનું એક ટોળું કચેરીમાં ધસી આવ્યું હતું અને વોર્ડ નં.૩માં પૂરતું પાણી નહીં મળતું હોવા સહિતના પ્રશ્ને સૂત્રોચ્ચાર કરી મ્યુનિ.કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું તેમજ વહીવટદાર યોગરાજ નગર વિસ્તારની સાઇટ વિઝિટ કરે તેવી લેખિત માંગ કરી હતી.
વિશેષમાં આમ આદમી પાર્ટીના લેટરપેડ ઉપર રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોષીના નામોલ્લેખ સાથે વહીવટદારને સંબોધીને લખાયેલા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.૩ના યોગરાજ નગરમાં અહીંના રહેવાસીઓ વર્ષોથી વેરા ભરે છે રાજકોટ મહાપાલિકામાં અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં રોડ રસ્તાની કોઈ સુવિધા નથી ભૂગર્ભમાંથી ગંદુ પાણી બહાર આવે છે, કોઈ જાતનું લેવલિંગ કરેલ નથી અને પાણી બહાર ઉભરાય છે. ન્યૂ રીંગ રોડથી અડધો કિલોમીટર અંદર આ સોસાયટી આવેલ છે. સ્ટ્રીટ લાઈટની સુવિધાના અભાવે રાત્રે બહેનો-દીકરીઓને બહાર જવા આવવામાં મુશ્કેલી થાય છે. આ વિસ્તારમાં આંગણવાડી નથી, નળ કનેક્શન હમણાં જ આવ્યા પરંતુ તેમાં પૂરતું પાણી આવતું નથી રાજકોટ મહાનગરપાલિકા માત્ર વેરા વસૂલાતમાં મોખરે છે, આ વિસ્તારમાં સુવિધા નામે શૂન્ય છે જેથી રાજકોટ મહાનગરપાલિકામાં આવેલા નવા વહીવટદારને સ્થળ મુલાકાત કરે તો તેને ખ્યાલ આવે તો આ વિસ્તારના તમામ લોકોના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ વહેલાસર આવે તેવી માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application