રાજકોટ મહાપાલિકામાં આજે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળેલી સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં બિલ્ડિંગ ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા માટે સરકારે નક્કી કરેલી ફી (દંડનીય રકમ) ભરપાઇ કરવા માટે બિલ્ડરોને હપ્તા કરી આપવાની બજેટમાં મંજૂર કરેલી જોગવાઈ મામલે કમિશનરે બોર્ડમાં દરખાસ્ત કરવા ઇનકાર કરતા અંતે આજે શાસકોએ તેમના વિશેષાધિકારનો ઉપયોગ કરીને અધ્યક્ષ સ્થાનેથી આ અંગેની અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરી હતી જે સર્વાનુમતે મંજૂર કરાઇ હતી.
વિશેષમાં બિલ્ડિંગ ફ્લાવર બેડના વધારાના બાંધકામ માટેની ભરવાપાત્ર રકમના હપ્તા કરી આપવા માટે નીતિ નક્કી કરવા અંગે જરૂરી ઠરાવ કરવા અંગે અરજન્ટ બિઝનેસ દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરાઇ હતી જેમાં જણાવ્યા મુજબ (૧) જો ભરવાપાત્ર રકમ રૂ.૫૦ લાખ સુધીની રકમમાં કોઈ પણ પ્રકારનો હપ્તો કરવાનો રહેશે નહીં. (૨) જો ભરવાપાત્ર રકમ રૂ.૫૦ લાખથી વધારે ભરવાપાત્ર હોઇ તો મહત્તમ ચાર ત્રિ-માસીક હપ્તા મંજુર કરવાના રહશે.(૩) પ્રકરણે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મળ્યે કુલ ભરવાપાત્ર રકમના ૨૫ ટકા રકમ ભરપાઈ કર્યા બાદ જ બાકી રહેતી રકમના હપ્તા ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા મંજુર કરવાના રહેશે (૪) જે કિસ્સાઓમાં ચેક બાઉન્સ થાય ત્યારે બાઉન્સ થયેલ ચેકમાં ઉલ્લેખિત રકમ પર વાર્ષિક ૧૮ ટકાના દરે પેનલ્ટી પ્રતિમાસ મુજબ વસુલવાની રહેશે.(૫) હપ્તાની રકમના પોસ્ટ ડેટેડ ચેક જે તે અરજદારએ રીવાઈઝડ વિકાસ પરવાનગી મેળવતા પહેલા રાજકોટ મહાનગરપાલિકામાં જમા કરાવવાના રહેશે.(૬) તમામ કિસ્સાઓમાં હપ્તાની સંપૂર્ણ રકમની વસુલાત થયા બાદ જ બી.યુ.પી. આપવાનું રહેશે.વિશેષમાં (એ) વધારાની ભરવાપાત્ર રકમ માટે જ ઉક્ત સ્કીમ હપ્તાનો લાભ મળી શકશે.(બી) રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ અન્ય હુકમ/ઠરાવ લાગુ કરવામાં આવ્યું, તેનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે.આ ઠરાવની અમલવારી તુરત જ લાગુ કરવામાં આવશે. ઉપરોક્ત દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી
બિલ્ડરો પાસેથી ફંડ મેળવવા અર્જન્ટ બિઝનેસ રજૂ કરાઇ: વિપક્ષનો આક્ષેપ
સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે જીપીએમસી એક્ટના પરિશિષ્ટ-૨ની જોગવાઇ મુજબ સ્પેશ્યલ બોર્ડ મિટિંગ અને બજેટ બોર્ડ મિટિંગમાં અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરી શકાય નહીં તેમ છતાં આજે દરખાસ્ત કરાઇ તે નિયમ વિરુધ્ધ છે. ચૂંટણી સમયે બિલ્ડરો પાસેથી પાર્ટી ફંડ મેળવવા બિલ્ડરોને દંડની રકમ ( રેગ્યુલરાઇઝ ફી) ભરવામાં હપ્તા કરી આપવાની સરળતા કરી અપાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application