BREAKING NEWS

જામનગરમાં આછેરી ધુમ્મસ વચ્ચે તાપમાન ૩૪ ડીગ્રી

  • March 16, 2026 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગરમાં આછેરી ધુમ્મસ વચ્ચે તાપમાન ૩૪ ડીગ્રી


જામનગર સહિત સમગ્ર હાલારમાં ગરમીમીમાં થોડો વધારો થયો છે. સવારે ૫ થી ૭ દરમ્યાન આછેરી ઝાકળનાં કારણે રસ્તાઓ ભીના થયા હતા. હજુ બે દિવસ વાતાવરણમાં ફેરફાર રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. 

હવે ઉનાળાની શ‚આત થઇ ચુકી છે. બપોરે ૧૨ થી ૫ દરમ્યાન આકાશમાંથી લૂ વરસી રહી છે ત્યારે હવામાન ખાતાની આગાહીથી વહીવટી તંત્ર પણ સચેત થઇ ગયું છે.  ગામડામાં ગરમીની કારણે ખેતરમાં કામ કરતા મજુરોને પણ હાલાકીનો સામનો કરવો પડયો હતો. બપોરના ૧૨ વાગ્યે તરતજ ઉનાળા જેવી ગરમી શ‚ થઇ જાય છે. જો કે સાંજે ૭ વાગ્યા બાદ ગરમીમાં રાહત જોવા મળે છે. આ વર્ષે વધુ ગરમી પડશે તેવી પણ હવામાન ખાતાએ પહેલેથી જ આગાહી કરી દીધી છે. પરંતુ હાલ તો ઠંડી ગરમીનું મિશ્રણ જોવા મળે છે. 

કલેકટર કચેરીનાં કંટ્રોલ‚મના જણાવ્યા મુજબ મહતમ તાપમાન  ૩૪ લઘુતમ  તાપમાન ૨૨.૫ ડીગ્રી, હવામાં ભેજ ૭૦ ટકા, પવનની ગતિ ૨૫ થી ૩૦ પ્રતિકલાક જોવા મળી હતી.

છેલ્લા અઠવાડિયાથી ઓચિંતુ વાતાવરણ ફરી ગયુ છે. અને સવારે ફરીથી પહેલાની જેમ જ ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. હવામાન ખાતુ જણાવે છે કે હજુ એકવાર  ઠંડીનું રાઉન્ડ આવશે. પરંતુ હજુ જે રીતે પવન ફુંકાઇ રહ્યો છે તે જોતાં હજુ ૧૫-૨૦ દિવસ હાલારમાં મિશ્ર ઋતુ જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં બે ત્રણ દિવસમાં છુટાછવાયા ઝાપટા પડે તેવી શકયતા છે.  

ઠંડી ગરમીના મિશ્રણને કારણે લોકો આકુળ વ્યાકુળ થઇ રહ્યા છે. ગામડામાં સીએચસી અને પીએચસી કેન્દ્રોમાં દર્દીની સંખ્યા વધતી જાય છે.તે ખુબ જ ચિંતાજનક છે. ગામડાઓમાં પણ ઠંડી ગરમીનાં મિશ્ર માહોલથી લોકો પરેશાન થઇ રહ્યા છે. કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ભાટીયા, રાવલ, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર સહિતનાં ગામોમાં પણ ઠંડી અને ગરમીનો મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે. મિશ્ર ઋતુનાં કારણે ગામડાઓમાં સીએચસી અને પીએચસી કેન્દ્રોમાં પણ દર્દીની સંખ્યામાં વધારો થયો છે. જામનગરની જી.જી. હોસિપટલમાં ઓપીડીમાં પણ શરદી, ઉધરસ, તાવનાં કેસો વઘ્યા છે. લાલપુર વિસ્તારમાં પણ કોલેરાના સાત જેટલા કેસ થઇ ગયા છે ત્યારે આરોગ્ય તંત્ર પણ દોડધામ કરી રહી છે. 

રાજયના કેટલાક શહેરોમાં જાણે કે ઉનાળો શ‚ થઇ ગયો હોય તેવુ વાતાવરણ જોવા મળે છે. રાજકોટ, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર જેવા શહેરોમાં મહતમ તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ પહોંચી ગયુ છે ત્યારે રાજકોટમાં ગઇકાલે મહતમ તાપમાન ૪૨ ડીગ્રીને પાર કરી ગયુ છે. અત્યારથી જ ઉનાળો શ‚ થઇ ગયો છે ત્યારે જામનગર જેવા અનેક શહેરોમાં મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી, ઉધસરનાં કેસોમાં ઉછાળો જોવા મળે છે. 

ગરમીના કારણે પશુ પંખી પણ પરેશાન થઇ ચુકયા છે ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ પડશે તેવા એંધાણ અત્યારથી જ વરતાઇ રહ્યા છે. 

સૌરાષ્ટ્રના જનજીવન પર પણ ભારે અસર થઇ હતી.બપોરના ૧૨ થી ૫ દરમ્યાન રસ્તામાં લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો.આમ આગામી દિવસોમાં વધુ હીટવેટ જોવા મળશે. શેરડીનો રસ, આઇસ્ક્રીમ, ગોલા, કુલ્ફી, જયુસ, સહિતની ઠંડી ચીજવસ્તુનુ વેંચાણ બમણુ થઇ ચુકયુ છે. લોકોને સતત પાણીનો શોષ પડે છે. ડોકટરના જણાવ્યા મુજબ શરીરમાંથી પાણી ઘટી જાય તો તાત્કાલિક નજીકનાં સરકારી કે ખાનગી દવાખાનામાં સારવાર લેવી અને માથા ઉપર ભીનુ કપડુ બાંધવુ. ગરમીમાં લીંબુ પાણી, ગ્લુકોઝ પાણી, ઓઆરએસ, પીતા રહેવું તેમ પણ ડોકટરે સલાહ આપી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application