ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અગ્રણીઓ અને ધર્મપ્રેમીઓની ઉપસ્થિતિમાં મંદિર પરિસર ભક્તિમય બન્યું
જામનગર તા.૧૦ જાન્યુઆરી, સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત જામનગર શહેરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા કાશી વિશ્વનાથ મંદિરમાં ૭૨ કલાક સુધી અખંડ મંત્રોચ્ચારનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૦ જાન્યુઆરી સુધી મંદિરમાં સત્સંગ, ભજન, મહાઆરતી અને મંત્રોચ્ચાર સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.
આ અનુષ્ઠાન દરમિયાન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સતત વેદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બન્યું છે. મંત્રોચ્ચાર સાથે સાથે દરરોજ સાંજે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેમાં ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા છે. નમઃ શિવાય, ૐ નમઃ શિવાયની ધૂનથી સત્સંગ દરમિયાન સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું.
સત્સંગ કાર્યક્રમના આયોજનમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, અગ્રણી બીનાબેન કોઠારી, કોર્પોરેટરઓ સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહી સહભાગી થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય માણસનો ભરોસો યથાવત: ફેબ્રુઆરીમાં ઈક્વિટી રોકાણ 8% વધ્યું
March 10, 2026 05:56 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
