એક તરફ રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, સુરત સહિતના રાજ્યના અનેક શહોરમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આથી પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમોમાં દોડધામ મચી ગઈ હતી.
રાજકોટની પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. ઈ-મેઈલ દ્વારા મળેલી આ ગંભીર ધમકીને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ), ડોગ સ્ક્વોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક પાસપોર્ટ ઓફિસ પહોંચી ગયો હતો અને સમગ્ર ઓફિસ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ મેઇલના સ્ત્રોતની તપાસ કરીને ધમકી આપનાર શખ્સને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
જામનગરની ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલ દ્વારા ધમકી મળતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. જેને લઈને એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતનું સુરક્ષાતંત્ર દોડતું થયું હતું અને ઘટનાસ્થળે દોડી જઈ સમગ્ર પોસ્ટ ઓફિસની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી.
ભાવનગર પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો હતો. જોકે તપાસના અંતે ડોગ સ્ક્વોડના બાલુ ગોહિલે જણાવ્યું હતું કે, હાલમાં જે રાજકોટથી મેઇલ મળ્યો કે બોમ્બની અફવાઓ ઉડી છે. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ સાથે રહી એસ. પી. નિતેશ પાંડેની સૂચના અને એસઓજી પી.આઈ.ની સૂચના મુજબ પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસ, તમામ રૂમો તથા અગાસીમાં ચેક કરતા કોઈ એવું આર્ટિકલ અને કોઈ અન્ય વસ્તુ મળી આવી નથી. આ બાબતે અમે ચેક કર્યું છે. આ સર્ચ ઓપરેશન અંદાજિત બેથી અઢી કલાક કરવામાં આવ્યું હતુ.
જૂનાગઢની ગાંધીગ્રામ સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળતા જ સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સતર્ક થઈ ગયો હતો. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક પોસ્ટ ઓફિસને ખાલી કરાવવામાં આવી હતી અને લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો દ્વારા સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ હાલમાં આ ધમકી કયા માધ્યમથી અને કોણે આપી છે તે દિશામાં તપાસ કરી રહી છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અમરેલીમાં પણ સમાન પ્રકારની ધમકી મળતા ગભરાટ ફેલાયો હતો. ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના ડિવિઝનલ વડાને ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ સ્થાનિક પોલીસે ઓફિસની સુરક્ષા વધારી સર્ચ હાથ ધર્યું હતું. અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ મેઈલ દ્વારા ધમકી મળી હતી. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી. અહીં ફાયર ટીમ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વેરાવળ શહેરમાં આવેલી ઇન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ સક્રિય બની હતી. ધમકીભર્યો મેઇલ મળતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અન્ય શહેરની જેમ અમદાવાદમાં આવેલી રિઝનલ પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ મળતા પાસપોર્ટ ઓફિસને ખાલી કરાવવામાં આવી હતી. પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમ પાસપોર્ટ ઓફિસ પર પહોંચી તપાસ કરી હતી.
સુરત પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર આજે વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યે એક ઈ-મેઇલ મળ્યો હતો. આ મેઇલ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો અને તેમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. ઓફિસ ખુલતાની સાથે જ જ્યારે આ મેઈલ ધ્યાને આવ્યો ત્યારે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી.
આખી ઘટના એક મેસેજ મોકલવામાં થયેલી ભૂલને કારણે સર્જાઈઃ ગાંધીનગર એસપી
સુરત પાસપોર્ટ ઓફિસને મળેલા ધમકીભર્યા મેઇલ બાદ, સાવચેતીના ભાગરૂપે ગાંધીનગરના સેક્ટર 11ની મેઈન પોસ્ટ ઓફિસ અને સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, આ આખી ઘટના એક મેસેજ મોકલવામાં થયેલી ભૂલને કારણે સર્જાઈ હતી. મેઇલ કે મેસેજમાં કોઈ ચોક્કસ સ્થળનો ઉલ્લેખ નહોતો. ગાંધીનગર એસપીના જણાવ્યા અનુસાર, એક વાઢેર નામની વ્યક્તિએ ભૂલથી આ મેસેજ ફોરવર્ડ કર્યો હતો, જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારનો બોમ્બ કે જોખમ મળી આવ્યું નથી, એટલે કે સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ક્યાં શહેરની કઈ કચેરીને બોમ્બની ધમકી?
રાજકોટ-પાસપોર્ટ
જામનગર- પોસ્ટ ઓફિસ
ભાવનગર- પોસ્ટ ઓફિસ
જૂનાગઢ- પોસ્ટ ઓફિસ
અમરેલી- પોસ્ટ ઓફિસ
સુરેન્દ્રનગર- પાસપોર્ટ-પોસ્ટ ઓફિસ
વેરાવળ- પોસ્ટ ઓફિસ
સુરત- પાસપોર્ટ ઓફિસ-પોસ્ટ ઓફિસ
અમદાવાદ- રિઝનલ પાસપોર્ટ ઓફિસ
વલસાડ- હેડ પોસ્ટ ઓફિસ
નવસારી- પોસ્ટ ઓફિસ
પાલનપુર- પોસ્ટ ઓફિસ
મહેસાણા- પોસ્ટ ઓફિસ
ગોધરા- પોસ્ટ ઓફિસ
દાહોદ- પોસ્ટ ઓફિસ
પાટણ- પોસ્ટ ઓફિસ
પાલનપુર- પોસ્ટ ઓફિસ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMઇંધણ સંકટ વચ્ચે ભારતમાં LPG ઉત્પાદનમાં 10%નો વધારો, સરકારે ઉદ્યોગો માટે ગેસમાં મુક્યો કાપ
March 10, 2026 05:23 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
