વિદ્યાર્થીનીઓને ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા અપાયું વિસ્તૃત માર્ગદર્શન
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા ધ્રોલ તાલુકાના મોટી બાણુંગાર ગામે આવેલી માધ્યમિક શાળામાં ‘સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઈમ’ વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.NSSના સંકલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ધોરણ ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ બી.એડ.ના તાલીમાર્થીઓને આધુનિક ડિજિટલ પડકારો સામે સજ્જ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ભાવનાબેન ભેસદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર બંસીબેન ખોડિયાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપી મહિલા લક્ષી યોજનાઓ અને સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સાયબર ક્રાઈમ બ્રાન્ચના PSI એચ.કે. ઝાલાએ સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના માધ્યમથી થતા વિવિધ ગુનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અને આધુનિક ડિજિટલ યુગમાં સતર્ક રહીને ટેક્નોલોજીનો સુરક્ષિત ઉપયોગ કરવા અંગે ઉપયોગી માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં સાયબર ટીમ, અલીયાબાડા કોલેજના આચાર્ય, મોટી બાણુંગાર શાળાના આચાર્ય, પ્રોગ્રામ ઓફિસર NSS, DHEW તથા OSC સ્ટાફ અને અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
