જામનગર વોર્ડ નં. ૭માં સત્યમ કોલોની, અન્ડરબ્રીજથી સિકકા સુધી, જનતા ફાટકથી એમ્યુઝમેન્ટ પાર્ક, સત્યમ કોલોનીથી એમ્યુઝમેન્ટ પાર્કને જોડતો આ તમામ રસ્તાઓ અતી બિસ્માર હાલતમાં છે, રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો છે તે વાહનચાલકો, રાહદારીઓને ખબર નથી પડતી, અવાર નવાર બિસ્માર રસ્તાના કારણે નાના મોટા અકસ્માતો થઇ રહયા છે.
છતાં જામનગર મહાનગરપાલીકાના અંધેર તંત્રને આ બિસ્માર રસ્તાઓ દેખાતા નથી, કરોડોના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યુ છે, આ પાર્કમાં રોજ અસંખ્ય લોકોની આવન જાવન રહે છે, સાથો સાથ કૃષ્ણનગર, સત્યમ કોલોનીમાં જ્ઞાતીની વાડીઓ પણ આવેલ હોવાથી અત્યારે લગ્ન પ્રસંગ પણ ચાલતા હોય જેને કારણે ટ્રાફિક સમસ્યા વધારે રહે છે એવા સમયે પણ આ બિસ્માર રસ્તાઓથી સોસાયટી રહીશ તો ઠીક પરંતુ લગ્ન પ્રસંગે બહારગામથી આવતા લોકો પણ આ બિસ્માર રસ્તાને જોઇને ત્રસ્ત થઇ ગયા છે ત્યારે લોકો ઇચ્છી રહયા છે કે જામનગર મહાનગરપાલીકાનું તંત્ર ઘોર નીંદ્રામાંથી જાગીને તાકીદે વોર્ડ નં. ૭ના બિસ્માર રસ્તાઓનું સમારકામ કરાવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
