કાર્ટૂન જગતના કિંગ અને લોકપ્રિય કાર્ટૂન ડોરેમોનનો ડાયરેક્ટર સુતોમુ શિબાયામાનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમણે નોબિતા અને શિઝુકાના પાત્રો બનાવ્યા જે વિશ્વભરમાં લોકપ્રિય બન્યા. સુતોમુ શિબાયામા ફેફસાના કેન્સર સાથે લાંબી લડાઈ લડી અને આખરે જીવનની લડાઈ હારી ગયા. સુતોમુ શિબાયામાએ છ માર્ચે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે જાપાની એનિમેશન સ્ટુડિયો એશિયા ડુ એનિમેશન વર્ક્સ, જેના માલિકોમાંથી એક સુતોમુ શિબાયામા હતા એ તેની સત્તાવાર વેબસાઇટ પર ડિરેક્ટરના મૃત્યુની સત્તાવાર જાહેરાત કરી.
સત્તાવાર નિવેદનમાં લખ્યું હતું કે, ભૂતપૂર્વ સીઈઓ સુતોમુ શિબાયામાનું છ માર્ચે અવસાન થયું હતું. શિબાયામાએ 20 વર્ષથી વધુ સમય સુધી ડોરેમોનના ટીવી એનિમેશન અને ફિલ્મોના ડિરેક્ટર તરીકે અથાક મહેનત કરી હતી. તેમણે ટીવી એનિમેશન નિન્ટામા રંતારોના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. અમે તેમના જીવનભરના યોગદાન માટે આભારી છીએ. અમે તેમના માનમાં આ દુઃખદ સમાચાર પ્રકાશિત કરી રહ્યા છીએ.
સુતોમુ શિબાયામાનો જન્મ ૧૯૧૪માં થયો હતો. તેમને જાપાની એનિમેશનના મહાન દિગ્દર્શકોમાંના એક ગણવામાં આવતા હતા. તેમણે બાવીસ ડોરેમોન ફીચર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તેમણે છેલ્લા ૨૦ વર્ષોમાં ૧૯૭૯ શ્રેણીના ટીવી કાર્ટૂનનું દિગ્દર્શન પણ કર્યું હતું. શિબાયામાએ ૧૯૬૩માં ટોઇ એનિમેશનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના કેટલાક જાણીતા પ્રારંભિક કાર્યોમાં ધ ગસ્ટી ફ્રોગ, ટેન્સાઇ બાકાબોન શ્રેણી અને અન્યનો સમાવેશ થાય છે. તેમણે શિન-ઇ એનિમેશન માટે આ કાર્યો કર્યા હતા. ૧૯૭૮માં, તેમણે કંપની છોડી દીધી અને પોતાની કંપની, અજિયા દો એનિમેશન વર્ક્સ શરૂ કરી હતી. ૧૯૮૪થી ૨૦૦૫ સુધી તેઓ ટીવી કાર્ટૂન શ્રેણી ડોરેમોનના મુખ્ય દિગ્દર્શક હતા. તેમણે નોબિતા અને કાસલ અંડરસી ડેવિલ અને ડોરેમોન: નોબિતા ઇન ધ વન-નાન સ્પેસટાઇમ ઓડિસી સહિત અનેક કાર્ટૂન ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.
તેમણે ચિબી મારુકો, નિન્તામા રંતારો, માજીમે ની ફુમાજીમે અને કાકેસુ ઝોરોરીનું પણ નિર્દેશન કર્યું હતું. 2012માં, સુતોમુ શિબાયામાને કાર્ટૂન ઉદ્યોગમાં તેમના પુષ્કળ યોગદાન માટે જાપાનીઝ એજન્સી ફોર કલ્ચરલ અફેર્સ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુતોમુ શિબાયામાના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ ડોરેમોનના ચાહકો આઘાતમાં છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવા રશિયાની ભારતને મધ્યસ્થી કરવા અપીલ
March 19, 2026 03:57 PMકાર્ટૂન જગતના કિંગ, ડોરેમોનના ડાયરેક્ટર સુતોમુ શિબાયામાનું 84 વર્ષની વયે નિધન
March 19, 2026 03:15 PMવસંત ગજેરાને મોટો ઝટકો: 1900 કરોડના છેતરપિંડી કેસમાં FIR રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી
March 19, 2026 02:08 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
