ખુલ્લા વીજ વાયરોથી થતાં મોતમાં વીજ કંપની જવાબદારીમાંથી છટકી શકે નહીં: હાઈકોર્ટ

  • March 14, 2026 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત હાઈકોર્ટે  એક સીમાચિ઼પ ચુકાદો આપતા સ્પષ્ટ્ર કયુ છે કે, જો રસ્તા પર લટકતા ખુલ્લ ા જીવતા વીજ વાયરોના સંપર્કમાં આવવાથી કોઈ વ્યકિતનું મોત નીપજે, તો વીજ કંપની મૃતક પર બેદરકારીનો દોષ ઢોળી શકે નહીં. જસ્ટિસ જે. સી. દોશીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની અપીલને ફગાવતા ટ્રાયલ કોર્ટના વળતરના આદેશને માન્ય રાખ્યો છે.
ઘટનાની વિગત મુજબ, ભુજના ભરાસર ગામના તળાવ પાસેના રસ્તેથી પસાર થતી વખતે અબ્દુલ હાસમ નામનો યુવક વીજ કંપનીના ઓછી ઐંચાઈ પર લટકતા ખુલ્લા વાયરોના સંપર્કમાં આવ્યો હતો. આ કણ દુર્ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપયું હતું. મૃતક યુવક પોતાના પરિવારનો એકમાત્ર કમાઉ આધાર હતો. આ મામલે મૃતકના માતા–પિતાએ વીજ કંપનીની ગંભીર બેદરકારી બદલ વળતરની માંગ કરી હતી, જેના પર સુનાવણી કરતા ટ્રાયલ કોર્ટે ૯ ટકા વ્યાજ સાથે . ૩.૩૮ લાખનું વળતર ચૂકવવા હત્પકમ કર્યેા હતો.
ટ્રાયલ કોર્ટના આ હત્પકમ સામે પીજીવીસીએલ એ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. વીજ કંપનીએ એવો બચાવ રજૂ કર્યેા હતો કે આ ઘટનામાં મૃતક યુવકની પોતાની પણ બેદરકારી હતી અને તેણે પૂરતી કાળજી રાખી નહોતી. જોકે, હાઈકોર્ટે કંપનીની આ દલીલોને ધરાર ફગાવી દીધી હતી.
જસ્ટિસ જે. સી. દોશીએ પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત 'એમ. સી. મહેતા વિદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા' અને 'પીજીવીસીએલ વિદ્ધ ચંદ્રિકાબેન હરપાલસિંહના વારસદારો' ના કેસો ટાંકયા હતા. કોર્ટે અવલોકન કયુ હતું કે, જોખમી વીજ લાઈનોની જાળવણી કરવી એ કંપનીની પ્રાથમિક જવાબદારી છે. જો લાઈનો લટકતી હાલતમાં હોય તો તે કંપનીની બેદરકારી સાબિત કરે છે.
આમ, હાઈકોર્ટે વીજ કંપનીની અપીલ રદ કરી મૃતકના વાલીઓને વળતર ચૂકવવાના આદેશને બહાલ રાખતા ગરીબ અને અસરગ્રસ્ત પરિવારો માટે ન્યાયનો માર્ગ મોકળો કર્યેા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application