દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના ઉપલક્ષમાં ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે બેઠક યોજાઇ હતી.
આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ હોળીના તહેવાર પર બહોળી સંખ્યામાં પધારતા પદયાત્રિકો માટે હાઇવે પર માર્ગ સલામતી માટે સાઇન બોર્ડ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, સી.સી.ટી.વી કેમેરાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા તેમજ દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વ્હીલચેરની વ્યવસ્થા, પદયાત્રિઓ માટે ખાદ્યપદાર્થોની ચકાસણી કરવી, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવી.
ઉપરાંત, ગોમતી ઘાટ ખાતે બેરીકેટીંગ તેમજ યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા સહિત બેટ દ્વારકા તેમજ શિવરાજપુર અને નાગેશ્વર સહિતના પ્રવાસન સ્થળો પર દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખતા સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી.જોશી, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, વહીવટદાર અને નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ, નાયબ કલેક્ટર મનોજ દેસાઇ, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા, સાગર રાઠોડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
