જામનગર શહેર માટે પર્યાવરણ સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા “એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલ (EMMV)” ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તાજેતરમાં બોર્ડ દ્વારા આવા કુલ બે આધુનિક મોબાઇલ વાહનોની ખરીદી કરવામાં આવી છે, જેમાંથી એક વાહન જામનગર સ્થિત પ્રાદેશિક કચેરી ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. અન્ય એક સાઉથ ગુજરાત વિસ્તારમાં મુકવામાં આવી છે.
આ મોબાઇલ વેન દ્વારા જામનગર શહેર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ હવાની ગુણવત્તાની નિયમિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી મોનીટરીંગ કરવામાં આવશે. મોનીટરીંગ બાદ તૈયાર થનાર વિગતવાર અહેવાલ બોર્ડની વડા કચેરી, ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે.
આ આધુનિક સુવિધાસજ્જ વેનને શહેર અને આસપાસના વિસ્તારોમાં જરૂરિયાત મુજબ ૨૪ કલાક માટે નિર્ધારિત સ્થળે રાખીને હવાના વિવિધ માપદંડોની તપાસ કરવામાં આવશે. ખાસ કરીને ઉધોગનગર વિસ્તાર, શહેરના વિવિધ જીઆઇડીસી વિસ્તારો તેમજ ઉદ્યોગો આવેલા વિસ્તારોમાં પ્રાથમિકતા આધારે મોનીટરીંગ હાથ ધરાશે. ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જરૂરીયાત મુજબ વાહન મુકવામાં આવશે.
મોનીટરીંગ દરમિયાન જો હવાના પ્રદૂષણનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં વધુ જણાશે, તો બોર્ડ દ્વારા તેની વિગતવાર તપાસ કરી નિયમ મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પગલું શહેરમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા તેમજ નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં આ મોબાઇલ મોનીટરીંગ વેન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ નિયત સ્થળોએ મોકલી હવાની ગુણવત્તા અંગે સર્વે હાથ ધરશે.
પર્યાવરણ સંરક્ષણ તરફનું આ આધુનિક અને સક્રિય પગલું જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુપ્રીમમાં ડુંગળી-લસણને તામસિક માનવાની અરજી: સીજેઆઈએ પૂછ્યું- અડધી રાત્રે પિટિશન કરો છો?
March 10, 2026 10:43 AMસૌરાષ્ટ્ર- કચ્છની 22 સહિત 72 નગરપાલિકાઓમાં વહીવટદારોનું શાશન
March 10, 2026 10:22 AMનેપાળના રાજકારણમાં યુવા લહેર: 38 ટકા સાંસદો 40 વર્ષથી ઓછી ઉંમરના
March 10, 2026 10:20 AMઅભિષેક શર્માએ ફાઈનલમાં અજમાવ્યો આ ટોટકો....ને ધુંઆધાર બેટિંગ કરી 18 બોલમાં ફટકારી ફિફ્ટી
March 10, 2026 09:40 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
