હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન નાગરિકો પોતાના પરિવાર સાથે વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલનનું કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો કરીને કુલ ૧૩૦૦ વધારાની બસો દ્વારા ૭૫૦૦થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે.
હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જનારા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.
હોળીના તહેવારમાં ડાકોરમાં ફૂલડોલોત્સવ તથા દ્વારકામાં પણ માં લાખો ભાવિભક્તો દર્શાનાર્થે જતા હોય છે. ભક્તોને પરીવહનમાં કોઈપણ અગવડ ન પડે તે હેતુથી દ્વારકા અને ડાકોર જનારા દર્શનાર્થીઓ માટે ૪૫૦ બસો દ્વારા ૩૫૦૦ ટ્રીપો ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વિશેષ સેવાઓ તા. ૨૭ ફેબ્રુઆરીથી ૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન કાર્યરત રહેશે. મુસાફરોની સુવિધા અને ભીડને ટાળવા માટે નિગમ દ્વારા ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરો નિગમની વેબસાઈટ www.gsrtc.in અથવા GSRTC મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ બુકિંગ કરાવી શકે છે.
આ સમગ્ર સંચાલન સંબંધિત કોઈપણ પૂછપરછ માટે મુસાફરો નિગમના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ પર ૨૪ કલાક સંપર્ક કરી શકે છે. દરેક ડેપો ખાતેથી પણ આ વધારાની સર્વિસોની માહિતી અને ટિકિટ ઉપલબ્ધ રહેશે. રાજ્યના નાગરિકોને આ પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા અને મુસાફરી સુરક્ષિત બનાવવા એસ. ટી. નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMઇંધણ સંકટ વચ્ચે ભારતમાં LPG ઉત્પાદનમાં 10%નો વધારો, સરકારે ઉદ્યોગો માટે ગેસમાં મુક્યો કાપ
March 10, 2026 05:23 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
