વિદ્યાર્થીઓ અને વાલીઓના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકો આપશે માર્ગદર્શન
જામનગર તા.૧૩ ફેબ્રુઆરી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાનારી SSC અને HSCની પરીક્ષાઓ આગામી તારીખ ૨૬/૦૨/૨૦૨૬ થી ૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. પરીક્ષાના આ સમયગાળા દરમિયાન જામનગર શહેર તથા જિલ્લાના તમામ તાલુકા મથકોના વિદ્યાર્થીઓ તથા વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન અને સચોટ ઉકેલ મળી રહે તેવા શુભ હેતુથી તાલુકા વાર વિવિધ હેલ્પલાઇન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
આ માટે વિદ્યાર્થીઓની સહાય માટે જિલ્લાના શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ માર્ગદર્શન માટે એમ.ટી. વ્યાસ (૯૮૨૪૫ ૧૮૧૯૯), જયસુખભાઈ ચાવડા (૯૮૨૪૨ ૦૬૨૬૪) અને સુરભીબેન પંડ્યા (૯૭૨૬૭ ૧૧૮૬૫) સતત કાર્યરત રહેશે. જામનગર તાલુકાના વિદ્યાર્થીઓ કેશુભાઈ ઘેટિયા (૯૪૨૭૭ ૭૪૧૭૩) અને કમલેશભાઈ શુક્લ (૯૯૧૩૭ ૦૧૭૭૧)નો સંપર્ક કરી શકશે. જ્યારે લાલપુર તાલુકા માટે ડો.કમલેશભાઈ વિસાણી (૭૬૯૮૦ ૯૪૧૪૨) અને વર્ષાબેન ત્રિવેદી (૮૨૦૦૫ ૩૪૦૭૭) સેવા આપશે.કાલાવડ તાલુકાના વિદ્યાર્થીઓ માટે જ્યોતિબેન વાળા (૯૪૨૮૨ ૧૬૭૮૮) તથા જ્યોત્સનાબેન દવે (૯૪૨૯૧ ૪૧૩૯૧) માર્ગદર્શન પૂરું પાડશે. ધ્રોલ અને જોડિયા તાલુકા માટે મુકેશભાઈ જોશી (૯૪૨૭૨ ૩૩૧૪૪) અને માલાબેન ઠાકર (૯૪૨૭૨ ૦૭૫૦૩) ની નિમણૂક કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના વિદ્યાર્થીઓ બિંદુબેન ભટ્ટ (૯૪૨૭૯ ૪૪૮૫૫) અને શ્રી એચ. આર. માલવિયા (૯૯૨૫૮ ૫૯૧૫૮) નો સંપર્ક કરી મૂંઝવણ દૂર કરી શકશે.
સ્થાનિક સેવાઓ ઉપરાંત, રાજ્ય કક્ષાએ મદદ મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ (સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦) ઉપલબ્ધ છે. પરીક્ષાની ચિંતા કે માનસિક તણાવને દૂર કરવા માટે ૨૪ કલાક સેવારત 'જીવન આસ્થા' હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૩૩૩૦ પર સંપર્ક કરી શકાશે. વધુમાં, વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં સ્ટેટ કન્ટ્રોલ નંબર ૯૯૦૯૦ ૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨૨૦૫૩૮ પર પણ સંપર્ક કરી સુવિધા મેળવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
