જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં પીવાના પાણીના પ્રશ્ન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

  • January 13, 2026 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર મહાનગરપાલિકાના  મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદી દ્વારા આજે જામનગર શહેરમાં પાણીજન્ય રોગોની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે બેઠક પોજવામાં આવી હતી. ગાંધીનગરમાં તાજેતરમાં નોંધાવેલા ટાઈફોઈડના પ્રકોપને ધ્યાનમાં રાખીને, જામનગર શહેરમાં આવા રોગોના નિવારવા અને નિયંત્રલ માટે લેવામાં આવતા પગલાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.


આ બેઠકમાં આરોગ્ય વિભાગ ઉપરાંત વોટર વકર્સ વિભાગ તથા અન્ડસાઉન્ડ ટ્રેનેજ વિભાગની કામગીરીની પા ખાસે સમીક્ષા કરવામાં આવી હતી. શહેરમાં પીવાના પાણીની ગુણવતા, નિયમિત કલોરીનેશન, પાણીના નમુનાઓની તપાસ, લીકેજની સમસ્યા તેમજ ગટરલાઈન અને પીવાના પાણીની લાઈનો વચ્ચેના સંભવિત કોરા કનેક્શન અંગે ચચા કરવામાં આવી હતી.


મ્યુનિ. કમિશ્નરે સંબંધિત વિભાગોને સમયસર સુધારાકાર્ય, ફીલ્ડ લેવલ પર કડક દેખરેખ, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચકાસણી તથા આરોગ્ય વિભાગ સાથે વધુ સંકલન રાખવાની સૂચનાઓ આપી હતી. જેથી પાણીજન્ય રોગાના જોખમને અટકાવી શકાય. ફૂડ શાખાને શહેરી વિસ્તારમાં આવેલ સ્ટ્રીટ ફુડના વિક્રેતાઓને ત્યાં ગુણવતા ચકાસણી કરવાની સૂચના કરવામાં આવી. ખાસ કરીને પાણીપુરી, લુઝ પીવાના પાણીના વિક્રેતાઓ પણ ચકાસણી વધારવી તથા આઈસ બનાવતી ફેક્ટરી ધ્વારા કલોરીન યુક્ત પાણી વપરાશ થાય તેની ચકાસણી કરવી.
​​​​​​​

આ ઉપરાંત બેઠક દરમ્યાન શહેરમાં થયેલ માતૃત્વ મૃત્યુ (મેટર્નલ ડેથ) અને બાળ મૃત્યુ (ચાઈલ્ડ ડેથ)ના કેસોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. દરેક કેસમાં કારણોની ઉડાણપુર્વક તપાસ, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા. રેફરલ પ્રક્રિયા તથા સમયસર સારવાર સુનિશ્ચિત કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા શહેરના નાગરીકોના આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબધ્ધ છે અને તમામ સંબંધિત વિભાગો ધ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશ્નરએ બેઠક દરમ્યાન સ્પષ્ટ કર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application