મતદાન મથકો ખાતે આયોજિત આ કેમ્પમાં બીએલઓ લોકોને વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોધવામાં તેમજ ફોર્મ ભરવામાં મદદરૂપ થશે
સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન આયોજિત કેમ્પનો મહત્તમ લોકોએ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરની અપીલ
જામનગર તા.૧૪ નવેમ્બર, તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે.
લોકોને ગણતરી ફોર્મ ભરવામાં સરળતા રહે તે હેતુથી જામનગર જિલ્લામાં આગામી તા.૧૫-૧૬ નવેમ્બર અને તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સબંધિત ભાગના બુથ લેવલ ઓફીસર તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ વિશેષ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપીંગ / લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેમજ વર્ષ ૨૦૦૨ની મતદારયાદી શોધવામાં પણ બીએલઓ મદદરૂપ થશે.
મતદાર BLO નો ફોનથી સંપર્ક કરી શકે તે માટે https://voters.eci.gov.in/ પરથી "Book a Call With BLO" વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. કોલ બુક થયા બાદ બીએલઓ દ્વારા ૪૮ કલાકની અંદર સામેથી મતદારનો સંપર્ક કરવામાં આવશે. જો કોઈ મતદારે online Enumeration Form ભરવુ હોય તો Voters' Service Portal https://voters.eci.gov.in/login પરથી ભરી શકશે.
સમગ્ર જામનગર જિલ્લામાં આયોજિત મતદાન મથકો પર યોજાનાર આ કેમ્પનો મહત્તમ લોકોએ લાભ લેવા માટે અને ગણતરી ફોર્મ ભરવામાં જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
