આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી/ભોગબનાનર ને તેણી ના પતિ તથા પુત્ર ને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી ને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ ફરીયાદી સાથે બળજબરી કરી તેણીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલ હોય તે મુજબની ફરીયાદ ભોગ બનનાર દવારા આપવામાં આવતા જામનગર સીટી "એ" ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અમૃત ઉર્ફે ધનો ધનશ્યામ લખુભાઈ ગોહીલ વિરૂધ્ધ આઈ.પી.સી કલમ-૩૭૬, ૫૦૬(૨) મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને ત્યારબાદ તપાસના અંતે ચાર્જસીટ રજૂ કરવામાં આવેલ.
ઉપરોકત કેસ ચાલવા પર આવતા ફરીયાદ પક્ષે પોતાના કેશ સાબિત કરવા ફરીયાદી સહીત સાહેદો, માખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવો રજુ કરેલ અને ફરીયાદ પક્ષે પોતાનો કેશ સાબિત કરેલ છે તેવી રજુઆત કરેલ જયારે આરોપીના વકીલ અશોક એચ. જોશી પુરાવાના અંતે એવી દલીલ કરેલ કે ફરીયાદીનો પુરાવો માની શકાય તેમ નથી તેજ રીતે ફરીયાદીની જુબાની ફરીયાદ પક્ષના અન્ય સાહેદોનું તેમજ મેડીકલ પુરાવાનુ સમર્થન મળતુ નથી. તેવી દલીલ કરેલ અને ફરીયાદ પક્ષ પોતાના કેશ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોય આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવા અરજ છે તેવી દલીલ કરેલ.
ઉભય પક્ષોની દલીલો સાંભળી જામનગરના મહે.એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબ દ્વારા પ્રોશીક્યુસન પોતાનો કેસ સાબિત કરી શકેલ નથી તેમ ઠરાવી આરોપીને નિદોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ આરોપી તરફે વકિલ અશોક એચ. જોશી, મોહસીન એચ.ખારા, પ્રદિપ પી.મકવાણા, સાઈદ એચ.રૂન્જા, જયોતિ બી.પરમાર રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય માણસનો ભરોસો યથાવત: ફેબ્રુઆરીમાં ઈક્વિટી રોકાણ 8% વધ્યું
March 10, 2026 05:56 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
