@આ કેશની ટુંકમાં વીગત એવી છે કે,
ફરીયાદી ને આરોપી મહેન્દ્રસિહં હેમતસિંહ પીંગળના કાકાની દીકરી સાથે પ્રેમ સંબધ હોય અને તેણીએ ફરીયાદીને સોનાનો ત્રણ તોલાનો હાર આપી લોન લીધેલ હોય જે વાતની જાણ આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ ને થતાં તેઓએ ફરીયાદી પાસેથી હાર પાછો લઈ તેના રૂપીયા ચુકવી આપેલ હોય અને ત્રીસ હજાર રૂપીયા દેવાના બાકી રાખેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ (૧)મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ, (૨) જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૩) અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૪)મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓએ ફરીયાદીના પિતાજી રાજેન્દ્રસિંહ રણુભા કેર પોતાન ફળીયામાં સુતા હોય ત્યારે ફળીયામાં પ્રવેશ કરી આરોપી જયવિરસિંહ ચંદુભા પીંગળ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ નાઓએ મરણજનાર રાજેન્દ્રસિહં રણુભા કેર ને દબાવી આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ તથા મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓએ છરી ગુપ્તી વડે શરીરે ધા મારી શરીરે ગંભીર ઈજાઓ કરતા સારવાર દરમ્યાન ફરીયાદીના પિતા રાજેન્દ્રસિંહ રણુભા કેર નું અવસાન થયેલ આથી આરોપીઓએ ફરીયાદી ના પિતા રાજેન્દ્રસિંહ રણુભા કેરનું ખુન કરી એકબીજાની મદદગારી કરેલ તેવા આક્ષેપો સાથે BNS ની કલમ-૧૦૩(૧), ૧૦૯(૧), ૧૧૮ (૧),૩૩૨(એ), ૩(૫), ૫૪ તથા જી.પી.એકટ ની કલમ ૧૩૫(૧) મુજબ જામનગર સિકકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી.
જે બાદ આરોપીઓ આરોપી (૧)જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૨)અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૩)મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેરને જામીન મુકત કરવામાં આવેલ.
ત્યારબાદ મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ હેમંતસિંહ પીંગળ જેઓ જટુડીશ્યલ કસ્ટડીમાં હોય તેઓએ તેમના વકીલ અશોક એચ.જોશી મારફત જામીન પર મુકત થવામાટે જામનગર સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ જેના અનુંસંધાનમાં મહેન્દ્રસિંહ હેમંતસિંહ પીંગળ ના વકીલ અશોક એચ.જોશી દવારા દલીલો અને નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના વીવીધ ચુકાદાઓ રજુ કરી અને અરજદારને જામીન મુક્ત કરવા રજુઆત કરવામાં આવેલ તેમજ સરકાર તરફે આરોપીની જામીન નામંજુર કરવા વાઘાં લેવામાં આવ્યા હતા.
બન્ને પક્ષોની લંબાણ પૂર્વકની દલીલો સાંભળી નામદાર કોર્ટ સેસન્સ કોર્ટ દવારા અરદાર ના વકીલ અશોક એચ.જોશી ની દલીલો ધ્યાને લઈ આરોપી મહેન્દ્રસિંહ હેમંતસિંહ પીંગળના ને જામીન મુકત કરવા હુકમ કરવામાં આવેલ
આરોપી તરફે વકિલ અશોક એચ. જોશી, મોહસીન એચ.ખારા, પ્રદિપ પી.મકવાણા, સાઈદ એચ.રૂન્જા, જયોતિ બી.પરમાર રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
