એડી. સિનિયર સિવિલ જજ એ.એમ.શુક્લાના અધ્યક્ષસ્થાને 'પોશ' (POSH) એક્ટ અંતર્ગત મહિલા કર્મચારીઓને માર્ગદર્શન અપાયું
જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, મહિલાઓને કાર્યસ્થળ પર સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ મળી રહે તે હેતુથી જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ એક વિશેષ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ‘કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ અધિનિયમ-૨૦૧૩’ (POSH Act) અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત સચિવ (એડી. સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ) એ. એમ. શુક્લા, તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા મહિલા કલ્યાણ અધિકારી તથા દહેજ પ્રતિબંધક અધિકારી સહિતનાએ ઉપસ્થિત મહિલાઓ કર્મીઓને કાર્યક્રમને અનુરૂપ વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.
અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા જજ એ. એમ. શુક્લાએ મહિલા સુરક્ષા અંગેના કાયદાની વિવિધ જોગવાઈઓ, કાયદાકીય પ્રક્રિયા અને મહિલાઓના અધિકારો વિશે ગહન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમના પ્રારંભમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ POSH અધિનિયમ હેઠળની આંતરિક સમિતિની રચના અને કાર્યપદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. આ શિબિરમાં આરોગ્ય શાખાના DIECO નિરજભાઈ મોદી, DHEW અને OSC સેન્ટરનો સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમના અંતે સહભાગી થયેલા આરોગ્ય કર્મચારીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિર થકી કાર્યસ્થળે સુરક્ષિત, સન્માનિત અને ભયમુક્ત વાતાવરણ નિર્માણ કરવા માટેની દિશામાં પ્રભાવી જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
