જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બજેટ પ્રેઝન્ટેશન ઇ-ડોક્યુમેન્ટ અને ડિજિટલ પ્રેઝન્ટેશન મારફતે રજૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના તમામ સભ્યોને બજેટ સંબંધિત દસ્તાવેજો ટેબ્લેટ/મોબાઇલ/ઈ-મેઈલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા, જેના પરિણામે સમય અને પેપરની બચત પણ થઈ છે.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રિદ્ધિબા જાડેજાએ જણાવ્યું હતું કે, “પેપરલેસ બજેટ એ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પરંતુ તે પર્યાવરણ સુરક્ષા અને પારદર્શક વહીવટ માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. તેમજ વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના ટેક્નોલોજીના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય ચરિતાર્થ કરવાનો આ અવસર છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરે જિલ્લા પંચાયતના આ પગલાંને ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાન વેગવંતુ બનાવવાનું દિશામાં માર્ગદર્શક પગલાં તરીકે વર્ણવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનું કુલ રૂ.૮૩૯ કરોડ અને ૮૬ લાખનું બજેટ રહેશે. જેમાં કુલ રૂ.૪૭૧ કરોડ ૩૪ લાખ ખર્ચ જ્યારે વર્ષના અંતે ૩૬૮ કરોડ ૫૧ લાખનું પુરાંતવાળુ અંદાજપત્ર રહેશે. જેમાં, સરકાર દ્વારા વિવિધ વિભાગની જોગવાઈ જોઈએ તો, બાંધકામ ક્ષેત્રે રૂ.૭૬૦ કરોડ, શિક્ષણ ક્ષેત્રે રૂ.૨૦૩ કરોડ, આરોગ્ય ક્ષેત્રે રૂ.૫૨ કરોડ કરતા વધુ, સિંચાઈ ક્ષેત્રે રૂ.૧૨ કરોડ કરતા વધુ, ખેતીવાડી ક્ષેત્રે રૂ.૨૪ કરોડ કરતા વધુ તેમજ ૧૫માં નાણાંપંચ અંતર્ગત રૂ.૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઉપરાંત, જિલ્લા પંચાયતના સ્વભંડોળ હેઠળ સામાન્ય વહીવટ વિભાગ માટે રૂ.૭૧ લાખ કરતા વધુ, બાંધકામ ક્ષેત્રે રૂ.૭૨ લાખ કરતા વધુ, સમાજ કલ્યાણ અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિસ્તારના વિકાસ કાર્યો માટે રૂ.૨૬ લાખ, શિક્ષણ માટે રૂ.૫૦ લાખ જેટલી રકમની જોગવાઇઓ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર અને હિસાબી અધિકારી વિષ્ણુ રબારીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એ.ગોહિલ ઈનચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત નિલેશ ચાવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચોબીસા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય, તમામ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
