દિવાળી પર્વ પર ફટાકડા ફોડવાની પરંપરા રહી છે અને મોડી રાત સુધી આતશબાજી ચાલે છે, છેલ્લા કેટલાક વર્ષોથી આકાશી આતશબાજીનો ટ્રેન્ડ છે, આમ છતાં બાળકોના મનપસંદ ફટાકડા પણ વધુ પ્રમાણમાં વેંચાતા હોય છે. પ્રતિવર્ષ ભાવ વધારો આવતો હોય છે અને આ વખતે પણ ફટાકડાના ભાવમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો હોવાથી લોકો માટે ફટાકડા ખરીદવા થોડા મુશ્કેલ બન્યા છે, આમ છતાં પર્વને સાચવવા બધા ગમે તેમ કરીને ફટાકડા ખરીદે છે.
આ વર્ષે પણ ફટાકડાની બજારમાં કેટલીક નવીન આઇટમો જોવા મળી છે. આજે અને આવતીકાલે મોટા પ્રમાણમાં ખરીદી થવાની શકયતા રહેલી છે. જામનગરમાં દિવાળી પર્વ પર ફટાકડા બજારમાં ખરીદીનો દૌર ચાલી રહ્યો છે. ઠેર ઠેર નાખવામાં આવેલ ફટાકડા સ્ટોલ તથા પરંપરાગત રીતે ફટાકડાનો વેપાર કરતા સિઝન સ્ટોર્સમાં અવનવી વેરાયટીનાં ફટાકડા ઉપલબ્ધ છે. ફટાકડાનાં જાણીતા વેપારી મુન્નાભાઇ નાગોરીનાં જણાવ્યાનુસાર આ વખતે ફટાકડા માં સરેરાશ ૧૦ થી ૧૫% જેવો ભાવ વધારો જોવા મળ્યો છે.
ઉપરાંત પરંપરાગત ફડાકડા જેવા કે બોમ્બ, ઝાડવા, જમીન ચક્રી, રોકેટ ઉપરાંત હવામાં ફૂટતા આતશબાજીવાળા ફટાકડાઓમાં નવી આઇટમ્સ આવી ગઇ છે. નાના બાળકો માટે પણ સુરક્ષિત કહી શકાય એવા પ્રકારનાં ફટાકડાઓમાં પણ નવી પ્રોડક્ટ આવી છે. આ વર્ષે માંગ સામે પુરવઠો ઓછો હોવાને પગલે દિવાળીનાં તહેવારોમાં છેલ્લે છેલ્લે ફટાકડાની ખરીદી કરનારને અછતનો સામનો કરવો પડી શકે એવી પણ સંભાવના પણ ફડાકડા નાં વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
