ભારતીય રિઝર્વ બેન્ક-RBI દ્વારા નાણાકીય જાગૃતિ અને સુરક્ષિત બેંકિંગ પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યભરમાં તા. ૯ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન 'નાણાકીય સાક્ષરતા સપ્તાહ- ૨૦૨૬'નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
'નાણાકીય સાક્ષરતા સપ્તાહ'નું વર્ષ ૨૦૧૬થી દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક વર્ષ કેટલાક નાણાકીય વિષયો પર જાગૃતિ લાવવા માટે એક વિશિષ્ટ વિષય-થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ વર્ષની થીમ “KYC –સુરક્ષિત બેંકિંગ તરફ તમારું પહેલું પગલું”નું ઉદ્ઘાટન મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષિત બેંકિંગના અધારરૂપ તરીકે તમારા ગ્રાહકને જાણો-KYCના મહત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું છે.
ગયા વર્ષના નાણાકીય સમાવેશ માટેના ગ્રામ પંચાયત સ્તરના અભિયાન પર આધારિત રહીને,જેમાં ખાતાઓના re-KYCનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી ખાતાઓના વ્યવહારો અવરોધ વિના ચાલુ રહેશે. ભારતીય રિઝર્વ બેંકના અમદાવાદ પ્રાદેશિક કાર્યાલય દ્વારા ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા- નગર હવેલી, દમણ અને દીવમાં બેંકો તેમજ હિતધારકો સાથે મળીને કેવાયસીના પુનઃનોંધણીકરણને વધુ સરળ બનાવવા માટે નજીકથી કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ સપ્તાહ દરમિયાન અભિયાનમાં કેવાયસીનું પાલન સરળ અને સુવિધાજનક હોવા પર વધુ ભાર મુકવામાં આવશે.સેન્ટ્રલ કેવાયસી-CKYC વિશે જાગૃતિ,ગ્રાહકોને કેવાયસી સંબંધિત છેતરપીંડી કોલ્સ અને સંદેશાઓથી સાવચેત કરવામાં આવશે તેમજ નાણાકીય મ્યુલ્સ બનવાના જોખમ અંગે જનમાનસને વધુ સચેત કરવામાં આવશે.
વધુમાં રાજ્ય સ્તરે,ભારતીય રિઝર્વ બેંકના અમદાવાદના પ્રાદેશિક નિયામક અમરેશ રંજન દ્વારા આરબીઆઈ, અમદાવાદ ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારંભમાં પ્રમુખ બેંકોના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં નાણાકીય 'સાક્ષરતા સપ્તાહના પોસ્ટરો'નું અનાવરણ કરવામાં આવ્યું હતું.તમામ હિતધારકો દ્વારા સુરક્ષિત બેંકિંગ પ્રથાઓને વધુ મજબૂત બનાવવા માટેની પ્રતિબદ્ધતાને પુનઃદૃઢ કરવામાં આવી હતી.
આ સમારંભમાં ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ફોર એક્સલન્સના એસપી સંજયકુમાર કેશવાલા દ્વારા સાયબર-ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ અને તેના પોર્ટલના મહત્ત્વને દર્શાવતી માહિતી પણ આપવામાં આવી હતી.
શ્રી સંજયકુમારે 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંગે અપડેટ પણ આપ્યું હતું અને આ સમગ્ર કેવાયસી અભિયાન દરમિયાન બેંકરો સાથે સઘન સહયોગ નક્કી કરવાની ખાતરી આપી હતી, જેથી સાયબર-અપરાધોના ખતરા સામે લડવામાં મદદ મળી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
