રાજકોટ ડિવિઝનમાં આવેલ જામનગર-લાખાબાવલ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી, 2026 સુધી રેલ વ્યવહાર પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
1) 25-02-2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસ ને રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2) 25-02-2026 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22945 મુંબઈ સેન્ટ્રલ–ઓખા સૌરાષ્ટ્ર મેલ ને રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
3) 24-02-2026 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર–ઓખા એક્સપ્રેસ ને હાપા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
4) 26-02-2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (ઉપડશે) થશે. આમ, આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
5) 26-02-2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. આમ, આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
6) 24-02-2026 ના રોજ તિરુનલવેલીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19577 તિરુનલવેલી–જામનગર એક્સપ્રેસ ને હાપા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો:
1) 26.02.2026 ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા જેતલસર-ભક્તિનગર થઈને ચલાવવામાં આવશે.
રિશેડ્યુલ (સમયમાં ફેરફાર) કરાયેલી ટ્રેનો:
1) 24.02.2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ ને ઓખા સ્ટેશનથી 2 કલાક મોડી ઉપડવા માટે રિશેડ્યુલ કરવામાં આવી છે.
માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:
1) 21, 22 અને 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ ટ્રેન સંખ્યા 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ ને માર્ગમાં 25 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
2) 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ ટ્રેન સંખ્યા 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટડા–જામનગર એક્સપ્રેસ ને માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
3) 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ટ્રેન સંખ્યા 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ ને માર્ગમાં જરૂરિયાત મુજબ રેગ્યુલેટ કરવામાં આવશે.
રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
