પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોમાં ટિકિટ લઈને મુસાફરી કરવાની આદતને પ્રોત્સાહિત કરવા તથા રાષ્ટ્ર નિર્માણમાં તેમની સહભાગિતા વધારવાના ઉદ્દેશ્યથી એક વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ‘મેરા ટિકિટ મેરી શાન, વિકસિત ભારત કે લિયે મેરા યોગદાન’ સૂત્ર સાથે આ અભિયાન આજે 28 જાન્યુઆરી, 2026 થી પ્રારંભ થયું છે.
રાજકોટ, દ્વારકા અને જામનગર સ્ટેશન પર વિશેષ આયોજન
રાજકોટ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક (DRM) ગિરિરાજ કુમાર મીનાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનના ત્રણ મુખ્ય રેલવે સ્ટેશનો— રાજકોટ, દ્વારકા અને જામનગર— પર આ અભિયાન 10 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ દરમિયાન મુસાફરોને માન્ય ટિકિટ લઈને મુસાફરી કરવાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવશે.
વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ
આ 10-દિવસીય અભિયાન અંતર્ગત રેલવે તંત્ર દ્વારા અનેક જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મુખ્યત્વે સમાવિષ્ટ છે:
1) સેલ્ફી પોઈન્ટ: મુસાફરોને આ અભિયાન સાથે જોડવા અને તેમનામાં જાગૃતિ લાવવાના હેતુથી રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશનો પર વિશેષ સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં મુસાફરો ફોટો પાડીને અભિયાનનો સંદેશ શેર કરી શકશે.
2) નુક્કડ નાટક: નાટકો દ્વારા મુસાફરોને મનોરંજનની સાથે-સાથે ટિકિટ લઈને મુસાફરી કરવાનો સંદેશ આપવામાં આવશે.
3) સંવાદ: રેલવે અધિકારીઓ સીધા મુસાફરો અને યુવા પેઢી સાથે સંવાદ સાધીને તેમને આ અભિયાન સાથે જોડશે.
4) ટિકિટ ચેકિંગ દરમિયાન સમજાવટ: ટિકિટ તપાસ દરમિયાન મુસાફરોને આ અભિયાનની જાણકારી આપવામાં આવશે અને માન્ય ટિકિટ લઈને મુસાફરી કરવા માટે પ્રેરિત કરવામાં આવશે.
5) વીડિયો સંદેશ: રેલવે સ્ટેશનો પર આ અભિયાન સંબંધિત જાગૃતિ વીડિયોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જેથી મુસાફરોને યોગ્ય રેલ ટિકિટ લઈને મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય.
6) મીડિયા કેમ્પેઈન: પ્રેસ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અભિયાનનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
વધશે રેલવેની આવક, સુધરશે મુસાફરોની સુવિધાઓ
મંડળ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, જો મુસાફરો માન્ય ટિકિટ લઈને મુસાફરી કરશે તો રેલવેની આવકમાં વધારો થશે, જેનાથી મુસાફરોની સુવિધાઓના વિસ્તરણ અને રેલવેના આધુનિકીકરણમાં મદદ મળશે. ટિકિટ લેવી એ માત્ર કાયદાકીય જવાબદારી નથી, પરંતુ દેશના વિકાસમાં એક જવાબદાર નાગરિકનું યોગદાન પણ છે.
આ અવસર પર રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ (Sr. DCM) સુનિલ કુમાર મીના સહિત સ્ટેશન મેનેજર, વાણિજ્ય નિરીક્ષક અને ટિકિટ ચેકિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. રેલવે તંત્રએ તમામ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ હંમેશા માન્ય ટિકિટ લઈને જ મુસાફરી કરે અને આ અભિયાનને સફળ બનાવવામાં પોતાનો સહયોગ આપે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
