માર્ચ મહિનાના પ્રારંભથી જ ગરમીએ સ્પીડ પકડી છે અને સોમવારે સમગ્ર દેશમાં સૌથી ઊંચું 41.6 ડિગ્રી તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ પણ આજે અને કાલે બે દિવસ માટે ગુજરાત રાજસ્થાન વિદર્ભ હિમાચલ પ્રદેશ મરાઠાવાડમાં ગરમીનું મોજુ ફરી વળશે. હિમાચલ પ્રદેશમાં તો આજે અનેક જગ્યાએ હિટવેવ અને સિવિયર હીટ વેવની કન્ડિશન જોવા મળી હતી.
હવામાન ખાતાના બુલેટિનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજસ્થાન વિદર્ભમાં આજે અને આવતીકાલે, કોકણમાં આજે, મરાઠાવાડ અને મહારાષ્ટ્રમાં આજથી ત્રણ દિવસ માટે હિટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આજે ગરમીનું પ્રમાણ વધુ રહેશે પરંતુ આવતીકાલથી ગરમીમાં વધારાને બ્રેક લાગશે. અને ત્યાર પછીના ત્રણ દિવસ ગરમીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો થશે.
સોમવારે સુરેન્દ્રનગર અને રાજકોટમાં મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી હતું જે સમગ્ર દેશમાં સૌથી વધુ હતું. અમદાવાદમાં 41.2, ડીસામાં 41.1, કંડલામાં 41.4, અમરેલીમાં 40.5, વડોદરામાં 40.4, ભાવનગરમાં 38.6, ભુજમાં 40.4 ડિગ્રી મહત્તમ તાપમાન હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ માર્ચ માસના આ સમયગાળામાં જે લઘુતમ તાપમાન હોવું જોઈએ તેના કરતાં રાજકોટમાં 7.3 ડીગ્રી, કંડલામાં 9.3 ડિગ્રી અને અમદાવાદમાં સાત ડિગ્રી વધુ છે.
જો કે બીજી બાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં એવરેજ કરતા ઓછું મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે. દિવમાં 38.2 દમણમાં 37 દ્વારકામાં 28.4 નલિયામાં 37.4 ઓખામાં 29.2 પોરબંદરમાં 37.8 અને વેરાવળમાં 31.2 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
