શરૂ હોતે હી ખતમ! રાજકોટમાં સ્પેશિયલ બોર્ડ 18 મિનિટમાં પૂર્ણ, બે અરજન્ટ બિઝનેસ સહિત ૧૪ દરખાસ્ત ૧૪ મિનિટમાં મંજૂર,

  • March 10, 2026 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ૨૦૨૧-૨૦૨૬ની વર્તમાન ટર્મ પૂર્ણ થવાના એક દિવસ પહેલા આજે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને સ્પેશ્યલ બોર્ડ મિટિંગ મળી હતી જે ફક્ત ૧૮ મિનિટમાં પૂર્ણ થઇ હતી. અધ્યક્ષ સ્થાનેથી બે અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત તેમજ એજન્ડામાં રહેલી ૧૨ સહિત કુલ ૧૪ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરાઇ હતી. ખાસ કરીને અમીનમાર્ગ ૧૫૦ ફૂટ રિંગ રોડ કોર્નરના પ્લોટની પ્રતિ ચો.મી.દીઠ રૂ.૨.૨૭ લાખમાં અને કુલ રૂ.૧૦૬ કરોડમાં થયેલો વેંચાણ સોદો સર્વાનુમતે મંજૂર કરાયો હતો. બોર્ડ મિટિંગમાં ઇ-ઓકશન કાર્યવાહીને બહાલી અપાતા હવે ખરીદ કરનાર બિલ્ડર પ્રાઈડ કન્સ્ટ્રકશનને વેંચાણ દસ્તાવેજ કરી આપવા કાર્યવાહી થશે.


સ્પેશ્યલ બોર્ડ મિટિંગના આજે પ્રસિધ્ધ થયેલા એજન્ડામાં વિવિધ ૧૨ દરખાસ્તો સમાવિષ્ટ કરાઇ છે 

(૧) વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં આવેલ રોણકીમાં આવેલ ટીપી -૩૮/૧,૮૦/૧૦૦ના રોડ ઉપર એઇમ્સ હોસ્પિટલ વાળો રોડ, તેમજ રોણકીમાં આવેલ ખંડનં.૪૦/૧ પૈકી ખંડની પાસે રત્નમ ગોલ્યર્સ તેમજ રવેચી ફૂડ પાસે આવેલ ચોકનું લક્ષ્મણસિંહજી કટારીયા ચોક નામકરણ કરવા 

(૨) વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં ટીપી સ્કિમ નં.૨૪માં આવેલ ખંડ નં.૧૨/૧/૩, ૧૨/૨, ૧૧/૧/૬૦/૪૦ના રોડ ઉપર આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ તેમજ શરણમ બિલ્ડીંગ પાસે આવેલ ચોકને ગોકળભાઇ સીતાપરા ચોક નામકરણ કરવા 

(૩) રાજકોટ મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાઓની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવા

(૪) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા સાત દિવસીય પારાયણના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશપારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા 

(૫) રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા સુપાર્શ્વનાથ જિનાલયના ૨૦૦મા વર્ષની સાલગીરી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ તથા સ્વામીવાત્સલ્ય (સંઘ જમણ)ના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા 

(૬) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ દાખલ કરાયેલા કેસ નં.૧૩૦૩/૯૦/૦/૨૦૨૫, તેમજ રાષ્ટ્રીય માનવ અધિકારના તા.૦૫/૦૧/૨૦૨૫ના પત્ર અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં એસ.સી./એસ.ટી. લોકોની લાગણીઓ/ગરીમાને ઠેસ પહોંચે તેવા વિસ્તારો, વસાહતો, જાતિ-સૂચક, અપમાનજનક વિસ્તારોના નામ જેમાં શહેરના વોર્ડ.નં.૭માં આવેલ ઠક્કરબાપા હરીજનવાસ તેમજ વોર્ડ.નં.૩માં આવેલ તોપખાના હરીજનવાસ અને વોર્ડ.નં.૧૫માં આવેલ કસ્તુરબા હરીજનવાસ તરીકે અપમાનજનક ઓળખાતા વિસ્તારોને નામ બદલી કરવા અંગે સમાજ કલ્યાણ ઠરાવ નં.૩૯ તા.૨૧.૨.૨૦૨૬ને લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત.

(૭) રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલના ઉપયોગ માટેના નિયમો સુધારવા અંગે 

(૮) રાજકોટ મહાપાલિકાની હદમાં આવેલ મંજુર થયેલ પ્રારંભિક/આખરી નગર રચના યોજનાઓ અંતર્ગત વાણિજ્ય વેંચાણ હેતુ માટે તથા રહેણાંક વેંચાણ હેતુ માટે પ્રાપ્ત થતા અલગ-અલગ અનામત પ્લોટોને ઈ-ઓક્શન દ્વારા નિકાલ કરવા નિર્ણય લેવા બાબત. 

(૯) વોર્ડ નં.૧૧માં વેસ્ટઝોન પેકેજ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજના(લાલુભાઈ પારેખ ટાઉનશીપ)ના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણ આપી દસ્તાવેજ કરી આપવા 

(૧૦) પેસેન્જર રીઝર્વેશન સિસ્ટમ માટે વેસ્ટર્ન રેલ્વેને ફાળવવામાં આવેલ જગ્યાનું ભાડુ રીવાઇઝ કરવા

(૧૧) નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ચડત મિલકત વેરા તથા વોટર ચાર્જીસની બાકી રકમ પર ચડત વ્યાજની માફી આપવા તેમજ

(૧૨) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટનું રોજકામ ધ્યાનમાં લેવા સહિતની દરખાસ્તો તેમજ 

(૧૩) બિલ્ડિંગ ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવાની ફી ભરવામાં હપ્તા કરી આપવા અંગેની અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત તથા 

(૧૪) નિર્મલા સ્કૂલને તેની કપાતમાં ગયેલી જમીનમાં પ્લે ગ્રાઉન્ડની જમીન આપવા અંગેની અર્જન્ટ બિઝનેસ સહિતની કુલ ૧૪ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application