ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે ૨૨ જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણની શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રકૃતિ પ્રેમીઓ માટે પર્યાવરણ મિત્ર એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું જેમાં જામનગરની સંસ્થા સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો- ઓપરેટીવ સોસાયટી લી. જામનગરના ડીરેક્ટર વશરામભાઈ જે. ચોવટિયા તથા રવીન્દ્રભાઈ જે. દુધાગરા તેમજ કર્મચારી કિરણભાઈ વી. રાબડીયા અને જેકીલભાઈ આર. પાનસુરીયાને તેમની સંસ્થાની પર્યાવરણ પ્રત્યેની સેવાઓ બદલ સન્માનિત કરાયા હતા પર્યાવરણ ક્ષેત્રે પાયાનું કામ કરનાર સંસ્થાઓનું આ એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી.
સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ ક્ષેત્રે કામ કરવામાં આવી રહ્યું છે. અને લાખો વૃક્ષો વાવીને ઉછેર કર્યો છે. સંસ્થા દ્વારા ટ્રીગાર્ડ તેમજ રોપાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવે છે. તેમજ કોઈ મોટી જગ્યા હોય અથવા કોમન પ્લોટ હોય તો સિમેન્ટના પોલ તેમજ તાર ફેન્સીંગ પણ સંસ્થા દ્વારા વિના મુલ્યે આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન આર.ડી.બારડ, વન વિભાગના પ્રિન્સીપલ ચીફ કન્ઝવેટર ડૉ. એ.પી.સિંગ તથા સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા આ સફળતા બદલ સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેન દિનેશભાઈ એમ. ડાંગરિયાએ જણાવ્યું હતું કે આ પર્યાવરણ મિત્ર એવોર્ડ મેળવીને માત્ર સંસ્થાનું જ નહિ સમગ્ર જામનગર જીલ્લાનું ગૌરવ વધ્યું છે. અને આ સિદ્ધિથી પર્યાવરણ પ્રેમીઓમાં ઉત્સાહનો સંચાર થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
