બેટ દ્વારકા દરિયામાં એકસાથે ડોલ્ફિન મોટો ઝુંડ જોવા મળ્યો
પરંતુ હવે સુદર્શન બ્રીજ બનેલા બાદ નૌકાવિહાર ઓછો થયો છે, જેના કારણે ડોલ્ફિનને નજીકથી જોવા માટે ખાસ દરિયાઈ માર્ગે જવું પડે છે. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે આવેલા સમુદ્રી પટ્ટામાં તાજેતરમાં એક સાથે ડઝનો ડોલ્ફિનનો ટોળો જોવા મળ્યો. તેમની સમુદ્ર સપાટી ઉપરની ઉછાળો લેતી રમતિયાળ ચાલના દૃશ્યો કેમેરામાં કેદ થયા અને સોશિયલ મીડિયામાં વીજગતિએ વાયરલ થયા.
આવા અદભૂત દ્રશ્યો ખાસ કરીને શિયાળાના સમયમાં વધુ જોવા મળતા હોય છે. આ સિઝનમાં દરિયાઈ હવાની ઠંડક, સ્વચ્છ પાણી અને પરિસ્થિતિઓ ડોલ્ફિનને સપાટી ઉપર આવવા અનુકૂળ રહે છે, જેના કારણે પ્રકૃતિપ્રેમી અને વન્યજીવન રસિકો ખૂબ જ ઉત્સાહ સાથે ઓખા અને બેટ દ્વારકા દરિયાકાંઠા તરફ ઉમટી પડે છે.
પ્રકૃતિના આ રમણીય દ્રશ્યો માત્ર પ્રવાસીઓને આકર્ષતા નથી, પરંતુ દરિયાઈ જીવસૃષ્ટિની સંવેદનશીલતા અને સંરક્ષણની જરૂરિયાતની યાદ પણ અપાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
