હવામાન વિભાગે તોફાની પવન સાથે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

  • March 10, 2026 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સહિત દેશના અનેક રાયોમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તો બીજી બાજુ અન્ય ઘણા રાયોમાં વરસાદ ચાલુ છે. જમ્મુ કશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા બંને ચાલુ છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ જમ્મુ કશ્મીરમાં આગામી તારીખ ૧૫ સુધી વરસાદ અને હિમવર્ષા માટેની ચેતવણી આપવામાં આવી છે. પ્રતિ કલાકના ૪૦ કીલોમીટરની ઝડપે પવન ફુકાય છે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને ૫૦ કિલોમીટર સુધી પહોંચી જાય છે. આજે અને આવતીકાલે જમ્મુ કશ્મીરમાં ભારેથી અતિ ભારે વરસાદનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે.


સબ હિમાલયન રીજીયનમાં અને સિક્કિમમાં આજથી તારીખ ૧૩ સુધી, બિહાર અને ઝારખંડમાં આજે અને  કાલે, અણાચલમાં આજથી તારીખ ૧૫ સુધી, આસામ મેઘાલય નાગાલેન્ડ મણીપુર મિઝોરમ ત્રિપુરામાં તારીખ ૧૦ થી ૧૪ સુધી વરસાદ માટેનું એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળમાં આજે અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના ભાગપે દેશના અનેક રાયોમાં વરસાદ પડે છે. આ ઉપરાંત સાયકલોનિક સકર્યુલેશન અને ટ્રફ જેવી સિસ્ટમો પણ ઉનાળાની સિઝનમાં ચોમાસાની એન્ટ્રી માટે જવાબદાર માનવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application