જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા આયોજિત મેગા એક્ઝિબિશન ખુલ્લું મુકાયું; રાજકીય અને ઔદ્યોગિક અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટ્ય અને રીબીન કાપીને મેળાની શરૂઆત
આ મેગા ઈવેન્ટનો વિધિવત પ્રારંભ પ નવતન પુરીધામ ખીજડા મંદિર ટ્રસ્ટના મહંત અને પરમ પૂજ્ય આચાર્ય કૃષ્ણમણીજી મહારાજના વરદ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યો હતો, જે જામનગરના ઉદ્યોગો માટે આશીર્વાદ સમાન બની રહ્યું.
રીબીન કટિંગ બાદ પૂજ્ય મહારાજ અને અન્ય મહાનુભાવોએ પ્રદર્શનમાં ઉભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રદર્શિત કરાયેલી અદ્યતન મશીનરી તેમજ પ્રોડક્ટ્સ વિશે ઉંડાણપૂર્વક માહિતી મેળવી હતી. સ્ટોલ ધારકો સાથેના સંવાદ દરમિયાન મહારાજએ નવીન ટેકનોલોજી નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ઉદ્યોગકારોને સતત પ્રગતિ કરતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, આ મુલાકાત દરમિયાન ઉદ્યોગકારોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પરમ પૂજ્ય આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે તેમના વક્તવ્યમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને માર્મિક વાત કરી હતી જે દરેક ઉદ્યોગકાર માટે ચિંતનનો વિષય છે. તેમણે જણાવ્યું હતું કે, "આપણો દેશ ઉત્પાદનમાં શ્રેષ્ઠ છે પરંતુ પેકિંગમાં આપણે થોડા નબળા પડીએ છીએ; જો આપણે આપણી પ્રોડક્ટનું પેકિંગ થોડું વધુ આકર્ષક બનાવીએ અને આખી દુનિયામાં જે રીતે ફિનિશિંગ સાથે માલ મોકલવામાં આવે છે તેવું ચોકસાઈભર્યું કામ કરીએ, તો આપણને કોઈ હરાવી ન શકે." તેમણે જી.આઈ.ડી.સી. એસોસીએશનના આ 'ટેક ફેસ્ટ'ના આયોજનને બિરદાવતા કહ્યું હતું કે આ એક ખૂબ જ સરાહનીય અને ઉમદા કાર્ય છે, અને તેમના આશીર્વાદ આપતા ઉમેર્યું હતું કે જામનગર ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ આગળ વધે અને વિશ્વના નકશા પર તેનું નામ રોશન કરે.
આ ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના રાજકીય અને સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. જેમાં ખાસ કરીને પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ વિનુભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા પણ હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ એસોસીએશનની કામગીરીની પ્રશંસા કરી હતી અને જામનગરના લઘુ ઉદ્યોગોને સરકાર અને સંગઠન તરફથી મળતા સહયોગની ખાતરી આપી હતી.
ઔદ્યોગિક જગતમાંથી પણ દિગ્ગજ નેતૃત્વની હાજરી નોંધપાત્ર રહી હતી, જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના મંત્રી બિપેન્દ્રસિંહજી જાડેજા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમણીકભાઈ અકબરી અને જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ ખાસ હાજરી આપી હતી. ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશનસ (FIA)ના ખજાનચી લાખાભાઈ કેશવાલા પણ આ પ્રસંગે જોડાયા હતા.
આ તમામ અગ્રણીઓએ એકસૂરે સ્વીકાર્યું હતું કે આવા મેગા ટેકફેસ્ટ થકી જામનગરના સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ માર્કેટની સ્પર્ધામાં ટકી રહેવા માટે જરૂરી ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને નવી દિશા મળી રહેશે, અને આ ચાર દિવસીય મેળો ઉદ્યોગકારો માટે જ્ઞાન અને વ્યાપારનો સંગમ તીર્થ બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય માણસનો ભરોસો યથાવત: ફેબ્રુઆરીમાં ઈક્વિટી રોકાણ 8% વધ્યું
March 10, 2026 05:56 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
