જામનગરના જોડિયામાં ‘વંદે માતરમ્ તટીય સાયક્લોથોન-2026’નો ભવ્ય સમારોહ યોજાશે, રાજ્યમંત્રી રિવાબા જાડેજા આપશે ફ્લેગ ઓફ
રાષ્ટ્રભક્તિ અને શારીરિક સુદ્રઢતાના સંદેશ સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બલ (CISF) રાજકોટ એરપોર્ટ દ્વારા આયોજિત ‘વંદે માતરમ્ તટીય સાયક્લોથોન-2026’ ના બીજા ચરણનું આયોજન જામનગર જિલ્લાના જોડિયા ખાતે કરવામાં આવ્યું છે. તારીખ 31 જાન્યુઆરી, 2026ના રોજ જોડિયામાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી સાયક્લોથોન ટીમને પ્રોત્સાહિત કરશે.
31 જાન્યુઆરીએ વહેલી સવારે 05:00 વાગ્યે મોરબી જિલ્લાના સરવડથી સાયક્લોથોન ટીમનું પ્રસ્થાન થશે, જે જામનગરના જોડિયા સ્થિત પટેલ સમાજવાડી ખાતે પહોંચશે, તેને બપોરે 12:00 કલાકે મંત્રી રિવાબા જાડેજા આવકારશે, અને સાયક્લોથોન પ્રતિભાગીઓનું ભવ્ય સન્માન કરવામાં આવશે. આ તકે સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે, તેમજ CISFની ટીમ દ્વારા સાહસિક QRT ડેમો અને યોગના નિદર્શનો યોજાશે. બપોરે 02:00 કલાકે મંત્રી દ્વારા સાયક્લોથોન ટીમને જોડિયાથી વિધિવત ફ્લેગ ઓફ આપી આગળના પ્રસ્થાન માટે રવાના કરવામાં આવશે. CISF રાજકોટ એરપોર્ટના સુરક્ષાકર્મીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તટીય સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને જનભાગીદારી વધારવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CISF ના અધિકારી અમનદીપ સિરસવા અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકંડલા આવતા થાઇલેન્ડના જહાજ 'મયૂરી નારી' જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો
March 11, 2026 08:07 PMસ્પીકર ઓમ બિરલા સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, હોબાળા વચ્ચે ધ્વનિ મતથી નિર્ણય લેવાયો
March 11, 2026 06:48 PMગેસ કટોકટીએ દેશભરમાં ગભરાટ ફેલાવ્યો; શું LPGના ભાવ ફરી વધશે? નવા ભાવ ચેક કરો
March 11, 2026 06:42 PMગુજરાતના પોર્ટ પર આવતા એક માલવાહક જહાજ પર હોર્મુઝ સ્ટ્રેટ નજીક મિસાઇલોથી હુમલો, ભારે આગ લાગી
March 11, 2026 06:36 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
