ગુજરાતનું રણ બનશે સોલર એનર્જીનું સુપર પાવર, ખેડૂતોને અનેક લાભ
કચ્છનું રણ એક સમય સુધી સૂકાપણું,તંગી અને પછાતપણાનું પ્રતીક માનવામાં આવતું હતું. પરંતુ સમય બદલાઈ રહ્યો છે. આજે એ જ કચ્છનું રણ ભારતની સોલર અને પવન ઊર્જા ક્રાંતિનું મુખ્યમથક બની રહ્યું છે. સરકાર અને ખાનગી કંપનીઓની ભાગીદારીથી અહીંથી ઉત્પન્ન થતી ઊર્જા માત્ર કચ્છ કે ગુજરાત પૂરતી સીમિત નહીં રહે પરંતુ સમગ્ર દેશના વિકાસને વેગવાન બનાવશે...તમામ સરકારી નીતિ નિયમોના પાલન સાથે કચ્છમાં સોલર પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે અને દેશના વિવિધ સ્થળો સુધી વીજળી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન લાઈન નાખવાની કામગીરી અવિરત ચાલી રહી છે..પણ કેટલાક લોકો ખેડૂતોને ઉશ્કેરી કામમાં વિક્ષેપ પાડવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે...
થર્મલ પાવરથી ઉત્પન્ન થતી વીજળી મોંઘી હોવા સાથે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે..પરિણામે આબોહવા ડહોળાય છે અને પૂર,વાવાઝોડા,માવઠા જેવા ઘા સહન કરવાના થાય છે..પરંતુ સૌર અને પવન ઊર્જા પર્યાવરણમિત્ર છે..ઓછી ખર્ચાળ અને લાંબા ગાળે ટકાઉ વિકાસની ખાતરી આપે છે..આમ તો ટ્રાન્સમિશન લાઈનો અમુક ખેડૂત કે સરકારી જમીનમાંથી પસાર થાય છે પણ તેનો લાભ સમગ્ર સમાજ અને સમગ્ર દેશને મળે છે.સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ જમીનનું વળતર પણ આપવામાં આવે છે..જો કે વીજલાઈન જેમના ખેતરમાંથી પસાર થાય છે તેવા ખેડૂતો વિરોધ કરવામાં ઓછા હોય છે પણ જેમને કંઈ લેવાદેવા ન હોય તેવા લેભાગુઓ વિરોધનો ઝંડો પકડી ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે...આ પ્રકારનો વિરોધ કરનારા સમગ્ર દેશને નુકસાન પહોંચાડે છે..માત્ર ખેડૂતોના હિતની વાત કરીને આવા લોકો માત્ર લાભના રોટલા શેકે છે..પોતાના સ્વાર્થ ખાતર વિરોધ કરાવનારા આવા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે..
આ પ્રકારના લોકોપયોગી પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થાય તે માટે સહયોગ જરૂરી છે, કારણ કે સામૂહિક વિકાસમાં અવરોધ લાંબાગાળે સૌ માટે નુકસાનકારક સાબિત થાય છે.. આવા સમયે જો કોઈ વ્યક્તિગત સ્વાર્થથી કે રાજકીય લાભ માટે વિરોધ કરવામાં આવે, તો તે માત્ર કચ્છ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ભવિષ્ય સાથે અન્યાય છે. નક્કી એ નિર્દોષ ખેડૂતોએ પણ કરવું પડશે કે કોઈના સ્વાર્થ ખાતર આપણે આપણા પગ પર કુહાડો કેમ મારી રહ્યા છીએ ?
આ વીજળી સીધી સરકારના વીજ ગ્રીડ સુધી પહોંચશે અને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના મારા, તમારા ઉપયોગમાં આવશે..આ ઊર્જા માત્ર ઉદ્યોગોને ફાયદો પહોંચાડે છે એવું નથી પરંતુ ખેડૂતો,ગ્રામ્ય વિસ્તારો અને સામાન્ય નાગરિકોને તેનો સીધો લાભ મળશે...
કચ્છમાં ઉદ્યોગીકરણ વધવાથી સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં નવા ધંધા-રોજગારની તકો સર્જાઈ છે..ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં વીજ પુરવઠાની સ્થિતિમાં ઐતિહાસિક સુધારો થશે..
એક સમય હતો જ્યારે ‘જ્યોતિગ્રામ યોજના’ દ્વારા ગ્રામ્ય ગુજરાતના અંધારા દૂર થયા હતા. આજે એ જ સરકાર ઉદ્યોગો સાથે મળીને ખેડૂતોને ઊર્જાવાન બનાવવાની દિશામાં આગળ વધી રહી છે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
