વિકાસ સપ્તાહ ઉજવણી-જામનગર
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોખાણા ખાતે આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું
રૂ. 36.71 લાખના ખર્ચે નિર્મિત આ કેન્દ્ર થકી ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ જ મળશે આધુનિક આરોગ્ય સુવિધાઓ
રાજ્યના કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોખાણા ખાતે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. 36.71 લાખના ખર્ચે તૈયાર થયેલું આ કેન્દ્ર મોખાણા અને આસપાસના ગ્રામજનો માટે ઉત્તમ આરોગ્ય સુવિધાઓનું નવું કેન્દ્ર બનશે.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ આયુષ્માન આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉભી થવાથી હવે મોખાણા સહિત આસપાસના ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ જ શ્રેષ્ઠ આરોગ્ય સવલતો ઉપલબ્ધ થશે. ખાસ કરીને ગ્રામીણ માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યને વિશેષ પ્રાધાન્ય આપતા, આ કેન્દ્ર પર પ્રસૂતા અને નવજાત શિશુની સારવાર, નિયમિત રસીકરણ, બાળ રોગ તથા કુપોષણ સંબંધિત સારવાર અને સુવિધા મળતી થશે.મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ કેન્દ્ર ખાતે અન્ય તમામ રોગો માટે સારવાર, સચોટ નિદાન અને જરૂરી માર્ગદર્શન પણ અપાશે. સાથે જ, કેન્દ્રના માધ્યમથી સરકારની આરોગ્ય વિષયક અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ સીધા જ ગ્રામજનો સુધી પહોંચતા થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
