જામનગરથી વાડીનાર દારગાહે દર્શન કરવા ગયેલી ત્રણ મહિલા અને રીક્ષા ચાલક સહિત ચારને ગંભીર ઈજા: જીજી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક હુસેનભાઇ ઇસ્માઇલભાઈ જેડા (ઉમર વર્ષ ૩૨) કે જેઓ પોતાના આજુબાજુના વિસ્તારમાં રહેતી ત્રણ મહિલાઓ જરીનાબેન, જેતુનબેન અને હુરબાઈબેન, કે જે ત્રણેયને વાડીનાર દરગાહે દર્શન કરવા જવું હોવાથી ત્રણેયને રિક્ષામાં બેસાડીને વાડીનાર ગયા હતા, અને ત્યારથી જામનગર પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન મોટી ખાવડી પાસે રીક્ષા ની પાછળ આવી રહેલા કોઈ અજાણ્યા ભારે વાહન ના ચાલકે રિક્ષા ને જોરદાર ટક્કર મારી દીધી હતી, જે અકસ્માતમાં રીક્ષા આગળ જઈ રહેલા એક ટેન્કરમાં ઘૂસી ગઈ હતી, અને રીક્ષા બન્ને વાહનની વચ્ચે સેન્ડવીચ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષા ચાલક હુસેનભાઇ તેમજ પાછળ બેઠેલી ત્રણેય મહિલાઓને નાની મોટી અનેક ઇજાઓ થઈ હતી, અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સમાં તમામ ને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ ની સારવાર ચાલી રહી છે, જેમાં હુસેનભાઇ જેડા ની હાલત અત્યંત નાજુક ગણાવાઇ રહી છે.
આ અકસ્માતના બનાવ અંગે રીક્ષાચાલકના ભાઈ અકરમ ઈસ્માઈલભાઈ જેડાની ફરિયાદના આધારે મેઘપર પોલીસે રિક્ષા અને પાછળથી ઠોકર મારનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
