જામનગરમાં સખી મંડળના મહિલા દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરવા લોકોને વિનંતી કરાઈ
સરકાર દ્વારા વોકલ ફોર લોકલના સુત્રને સાકાર કરવા તેમજ સ્વદેશી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે અને લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરે તે માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં સખી મંડળના બહેનો દ્વારા વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે.
મહાકાલી સ્વસહાય જૂથના મહિલા શિવાંગીબા ચૌહાણ જણાવે છે કે, દિવાળીના તહેવાર દરમિયાન સરકાર દ્વારા તેઓને ખુબ સારો ટેકો મળ્યો છે.
એક અઠવાડિયા માટે જામનગરમાં શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવતા વડાપ્રધાનના સ્વદેશી વસ્તુઓ અપનાવવાના સૂત્રને સાર્થક કરવાનો મોકો મળ્યો છે. ગ્રુપની મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારની હેન્ડમેડ વસ્તુઓ બનાવવામાં આવે છે તેમાં તેઓ તોરણ, ટોડલીયા, પૂજા થાળી, શોપીસ, દિવાળીના તહેવાર દરમિયાન સુશોભનની વસ્તુઓ ઉપરાંત મુખવાસનું વેચાણ કરે છે.
શિવાંગીબા લોકોને વિનંતી કરતા જણાવે છે કે, બધા સ્વદેશી વસ્તુઓ અપનાવે તો સ્થાનિક લોકોનો જ વેપાર થશે અને તેઓ આગળ વધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
