ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision - SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ચૂંટણી કમિશનર ડૉ. સુખબિર સિંહ સંધુ તેમજ વિવેક જોશીની ઉપસ્થિતિમાં વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા.04/11/2025થી 04/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા. 09/12/2025ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા. 09/12/2025થી 08/01/2026 સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે. 31/01/2026 સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.07/02/2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આગાઉ થયેલ SIRને અનુસંધાને તા. 01/01/2002ને લાયકાત યોગ્ય ગણવામાં આવશે. 2002-2004માં યોજાયેલ આખરી SIRની મતદાર યાદીમાં નાગરિકો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે. નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ 12 દસ્તાવેજો માન્ય ગણાશે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે હેતુથી NCC જેવા સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે. આ તકે પ્રતિબુથ 1200 મતદારોની પહેલની અમલવારીના ભાગ સ્વરૂપે બૂથ રેશનલાઇઝિંગ કરી એક પરિવારના તમામ સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
