કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ધ્રોલ ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૨૯ પૈકી ૨૪ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ધ્રોલ પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે ધ્રોલ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા સ્વાગતમાં આવેલ ૨૯ અરજીઓ પૈકી ૨૪ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.
ધ્રોલ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે પ્રકારે કામગીરી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું.
આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે મહેસુલ વિભાગ, પંચાયત, નગરપાલિકા તથા સિંચાઈ વિભાગને લગત પ્રશ્નો અરજદારો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. જેનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ આવતા અરજદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજની રાત ઈરાન માટે વિનાશની રાત હશેઃ US રક્ષામંત્રીએ આપી ધમકી; મિસાઇલોનો વરસાદ થશે
March 10, 2026 06:53 PMસરકારી કર્મચારીઓ માટે મહત્વના સમચાર, 8મા પગાર પંચ અંગે સરકારે આપી નવી માહિતી
March 10, 2026 06:31 PMવિશ્વ વિજેતા બન્યા પછી સૂર્યકુમારનું મોટું નિવેદન, ફાઇનલ જીત અને પાકિસ્તાન મેચ વિશે કહ્યું આવું
March 10, 2026 06:12 PMમિડલ ઇસ્ટનું સંકટ દેશવાસીઓ પર ન આવવું જોઈએ...PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ
March 10, 2026 05:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
