BREAKING NEWS

બે બસ વચ્ચે ભયંકર ટક્કર...11 લોકોના મોત, મૃતદેહો રસ્તા પર વિખેરાયેલા પડ્યા, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા

  • December 01, 2025 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુના શિવગંગા જીલ્લામાં ગઈકાલે બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 11 મુસાફરના કરુણ મોત નીપજ્યા હતા અને 20થી વધુ લોકોને ઇજા પહોચી હતી. અકસ્માત બાદ ઘાયલ લોકો બસમાંથી કુદી રહ્યા હતા ત્યારે અત્યંત દારુણ સ્થિતિ સર્જાઈ હતી. મૃતકોમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.


રવિવારે તમિલનાડુના શિવગંગા જિલ્લામાં બે સરકારી બસ સામસામે અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં આઠ મહિલાઓ સહિત અગિયાર લોકો માર્યા ગયા હતા. ૨૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જીવ બચાવવા અમુક મુસાફરો બસમાંથી કુદી પડ્યા હતા.


અકસ્માત એટલો ભયાવહ હતો કે બાદ મૃતદેહો રસ્તા પર વિખેરાઈ ગયા હતા. અકસ્માત સ્થળે મરણચીસો ગુંજી રહી હતી. ઘાયલ મુસાફરો ક્ષતિગ્રસ્ત બસની બારીઓ અને આગળના કાચ પરથી કૂદતા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.મૃતકોમાં આઠ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.


જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અકસ્માતનું વર્ણન કરતા જણાવ્યું હતું કે આ અકસ્માત કરાઈકુડીથી લગભગ ૧૫ કિલોમીટર દૂર થયો હતો. અગિયાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.જયારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું હતું કે તે સામસામે અથડામણ થઈ હતી, જો કે બસો સામસામે આટલી જોરદાર કેવી રીતે ટકરાઈ પડી અને કોનો વાંક હતો એ કારણ અસ્પષ્ટ છે,અને તેની તપાસ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application