ઉપલેટા પંથકના એક ગામમાં ૧૨ વર્ષની બાળા પર ખેતમજુર શખસે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે બાળાનો પરિવાર ફરિયાદ નોંધાવે તે પૂર્વે આરોપી જેની વાડીએ ખેતમજૂરીનું કામ કરે છે તે વાડીમાલિકે બાળાના પિતા અને ભાઇ પર હુમલો કર્યો હતો. આ અંગે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ ઉપલેટાના પંથકમાં રહેતાં ૪૫ વર્ષીય શ્રમિકે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં પરીવાર સાથે છેલ્લા સાત વર્ષથી રહે છે અને જમીન સાંખેથી વાવી ખેતીકામ કરે છે. તેઓને સંતાનમાં બે દીકરા તથા એક દીકરી છે. છેલ્લા પાંચ દીવસથી તેઓ અને તેમના પત્ની બંન્ને વતનમાં કૌટુંબિક માસી ગુજરી ગયેલ હોય જેથી સામાજિક કામથી ગયેલા અને સંતાનો ગધેથડ ગામે ગયા હતા.
ગઈ તા.૦૯ ના બપોરના સમયે ગધેથડ ગામેથી આવેલ ત્યારે દીકરાની પત્નીએ કહેલ કે, ૧૨ વર્ષીય નણંદ તથા ગધેથડ ગામના ભગીરથસિંહની વાડીએ રહેતો સબંધી શખસ બંન્ને જણા રાત્રીના દોઢેક વાગ્યે આપણી વાડીની બાજુમાં બેઠા હતા અને અમને જોઈને આ શખસ ભાગી ગયેલ હતો. જેથી દીકરીને પુછતા તેણે કહેલ કે, અમે એકબીજા પસંદ કરીએ છીએ, જેથી તે મળવા આવ્યો હતો, અમારે એકબીજાને લગ્ન કરવા છે તેમ વાત કરેલ હતી.
જેથી ફરીયાદીની પત્નીએ દીકરીને પુછતા જણાવેલ અને આ શખ્સ કુટુંબી બહેનનો દીકરો થતો હોય જેથી સાંજના ચારેક વાગ્યે તેની વાડીએ જઈ બહેન, બનેવીને બનાવની જાણ કરી પુત્રને સમજાવવાનું કહેલ ત્યાર બાદ વાડીએ પાછા આવી ગયેલ હતાં. તેમજ મોટાભાઈને જાણ કરતા તેને કહેલ કે તમે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આવો હું આવુ છું અને આપણે સગા થઈએ છીએ એટલે આપણે સમાધાન કરી લઈએ આમ વાત કરતા ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા ગયેલા અને ફરીયાદ લખાવેલ નહી.
પરંતુ ગઈકાલ બપોરના તેઓ ખેતીકામ કરી વાડીએ ઓરડીમાં જમીને બેઠા હતા તે વખતે દીકરીએ કહેલ કે, ગઈ કાલના મને બીક લાગતા મે તમને બધી હકીકત જણાવેલ નથી પરંતુ ખરેખર તા.૦૯ ના રાત્રીના આ શખસ મળવા આવેલો અને બળજબરીથી મારી સાથે શરીર સંબંધ બાંધેલ હતો અને આપણે એકબીજાને ઝઘડો ન થાય તે માટે તમને કહેલ નહી, તેમ વાત કરતા બપોરના ત્રણેક વાગ્યા વખતે દીકરીને લઈ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા માટે આવવા તૈયારી કરતા તે દરમિયાન આ શખસના શેઠ ભગીરથસિંહ વાળા વાડીએ આવેલા અને કહેવા લાગેલ કે, તમે રાત્રીના કેમ મારા માણસ વિરૂધ્ધ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા ગયેલા તેમ કહી ગાળો આપવા લાગેલ જેથી તેને ગાળો આપો નહીં મે ફરીયાદ કરેલ નથી તેમ કહેતા તે ઉશ્કેરાઈ ગયેલ અને કહેલ કે, તમે ફરીયાદ જ કરી ને આવ્યા છો, તેમ કહી ચપલ વડે તથા ઢીકાપાટુનો માર મારવા લાગેલ જેથી ફરિયાદીનો પુત્ર દીકરો વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર માર લાગ્યો હતો.
તેમજ અન્ય લોકો આવી જતાં આરોપીએ જતા જતા કહેવા લાગેલ કે, તમે આ વાડી મુકી બીજે ક્યાંક રહેવા જતા રહેજો અને અજય વિરૂધ્ધ ફરીયાદ કરતા નહી નહીંતર જાનથી મારી નાખીશ. જે બનાવ દીકરી જોય જતા તેને બીક લાગતા તેણે પોતાની રીતે પાકમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવારમાં સરકારી દવાખાને ખસેડેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભાયાવદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.