BREAKING NEWS

દીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા માતાનો ફાંસો ખાઈ આપઘાત

  • March 10, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના મવડી વિસ્તારમાં પરણિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે, બનાવની જાણ પોલીસને કરવામાં આવતા માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આપઘાત કરનારની મોટી દીકરીએ થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કરી લેતા તેના આઘાતમાં પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ મવડીમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા કાજલબેન દીપકભાઈ રાઠોડ (ઉ.વ.40)ના મહિલાએ આજે સવારે ઘરના ઉપરના માળે રૂમ માં જઈ ગળેફાંસો ખાઈ લીધો હતો. કાજલબેન નીચે ચા પીને ઉપર રૂમમાં ગયા હતા દરમિયાન નાની દીકરી નીચે હોય અને કોઈ સ્વજન બહારથી આવતા ઉપર બોલાવવા જતા મહિલાને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરી મૂકી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા ઈએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ માલવીયાનગર પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

આપઘાત કરનાર કાજલબેનના પતિ દીપકભાઈ કેટરર્સનું કામ કરે છે, ધંધાના કામે બહાર ગામ ગયા હતા. સંતાનમાં બે દીકરી હોય જેમાં મોટી દીકરીએ પાંચેક મહિના પહેલા પ્રેમલગ્ન કરી લેતા તેનું લાગી આવતા પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application