BREAKING NEWS

600 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકી... 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, મોતની ચીચીયારીથી વિસ્તાર ગુંજી ઉઠ્યો

  • January 09, 2026 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિમાચલ પ્રદેશના સિરમૌરમાં શુક્રવારે એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોને લઈ જતી એક ખાનગી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા અને પાંચ ઘાયલ થયા. ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ.


અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ નીકળી ગયો

આ ખાનગી બસ શિમલાથી કુપવી જઈ રહી હતી. સિરમૌર જિલ્લાના રેણુકાજી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા હરિપુરધરમાં "જીત કોચ" તરીકે ઓળખાતી બસ રસ્તા પરથી ઉતરીને ખાડામાં પડી ગઈ હોવાનું જાણવા મળે છે. હરિપુરધર બજારની થોડી વાર પહેલા બસ ખીણ પડી ગઈ હતી. બસમાં પૂરતો ભરાવો થયો હોવાનું જાણવા મળે છે. અકસ્માતને કારણે બસ સંપૂર્ણપણે નાશ પામી હતી. ઘટના બાદ, લોકોનું ટોળું ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને મૃતકો અને ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા હતા.


મૃત્યુઆંક વધી શકે છે

સિરમૌરના પોલીસ અધિક્ષક નિશ્ચિંત સિંહ નેગીએ જણાવ્યું હતું કે, "કુપવીથી શિમલા જતી એક ખાનગી બસ સિરમૌર જિલ્લાના હરિપુરધાર પાસે રસ્તા પરથી પડી જતાં આઠ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. બસમાં ૩૦-૩૫ લોકો સવાર હતા અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું. પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application