BREAKING NEWS

નોકરી મેળવવા માંગો છો તો થઈ જાવ તૈયાર, 19મીએ ગુજરાતમાં અહીં રોજગાર ભરતી મેળો, આ લિંક પર રજિસ્ટ્રેશન કરાવો

  • December 17, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર વિવિધ એકમો માટે મશીન ઓપરેટર, એસેમ્બલી ઓપરેટર, ઓફિસ વર્ક, મહિલા બીમા સખી, વીમા એજન્ટની જગ્યા માટે ૧૮થી ૪૦ વર્ષની વય મર્યાદા તથા ધો. ૧૦ થી ઓછું તેમજ ધો.૧૦ પાસ, ધો. ૧૨ પાસ, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઈચ્છુકોએ ઔદ્યોગિક તાલિમ સંસ્થા-અમરેલી ખાતે (આઈ.ટી.આઈ) તા.૧૯.૧૨.૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.


રજિસ્ટ્રેશન લિંક


આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લિંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગીન કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે.


વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application