BREAKING NEWS

રાજકોટના ભગવતીપરામાં સાડીના કારખાનામાં આગ ભભૂકી, અડધા લાખનુ નુકશાન

  • October 01, 2025 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ભગવતીપરા વિસ્તારમાં શેરી નંબર 22 પાસે આવેલા પિયુષ ટેક્સ્ટાઇલ નામના સાડીના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે અહીં પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી કારખાનામાં અંદાજિત અડધા લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.


જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ભગવતીપરા વિસ્તારમાં શેરી નંબર 22 પાસે આવેલા પિયુષ ટેક્સ્ટાઇલ નામના કારખાનામાં બપોરના સુમારે આગ ભભૂકી ઊઠી હતી. જેની જાણ થતા બેડીપરા ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ એક ફાયર ફાઈટર સાથે અહીં પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં અહીં સાડી બનાવવા માટેનું રો મટીરીયલ્સ, લાકડાની ડિઝાઇનના ગેસના ચૂલા સહિતનો સામાન સળગી જતા અંદાજિત અડધા લાખનું નુકસાન થયું હતું. આગની આ ઘટના અંગે કારખાનેદાર ઉમેશભાઈ આસરાએ જણાવ્યું હતું કે, બપોરના સુમારે અહીં કામ કરતા ચાર કારીગરો જમવા ગયા હતા દરમિયાન આગ લાગી હતી. ગેસની નળી લીકેજ થવાથી આગ લાગી હોવાની શંકા છે. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નથી.


જ્યારે આગની અન્ય એક ઘટનામાં આજીડેમ નજીક જૈન દેરાસર પાસે ભંગારના ડેલામાં ગેસ કટરથી કટીંગ કરતી વેળાએ તણખો પડતા આગ ભભૂકી ઊઠી હતી. જેની જાણ થતા બેડીપરા ફાયર બ્રિગેડથી એક ફાયર ફાઈટર સાથે ટીમ અહીં પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કેટલું નુકસાન થયું હતું તે ચોક્કસપણે જાણી શકાયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News