BREAKING NEWS

નિર્મલા સ્કૂલની કપાતમાં ગયેલી જમીન પ્લે ગ્રાઉન્ડ માટે આપવા અરજન્ટ બિઝનેસ મંજૂર

  • March 10, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની કપાતમાં ગયેલી જમીન સ્કૂલને પ્લે ગ્રાઉન્ડ હેતુ માટે આપવા મામલે છેલ્લા ઘણા સમયથી ચાલતા કાનૂની જંગ અંતર્ગત તાજેતરમાં હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનર સહિત મહાપાલિકા તંત્રને આકરી ફટકાર લગાવી કડક વલણ અખત્યાર કરી નોટિસ ફટકારતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન આજે મહાપાલિકાની વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થવાના એક દિવસ પૂર્વે મળેલી સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં કપાતમાં ગયેલી જમીન સ્કૂલને પ્લે ગ્રાઉન્ડ માટે આપવા પ્લાનિંગ કમિટીએ કરેલો ઠરાવ બોર્ડ સમક્ષ અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત સ્વરૂપે અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરાઇ હતી.

વિશેષમાં આ મામલે રાજકોટ મહાપાલિકાની પ્લાનિંગ કમિટીની ગત તા.૨૮-૧-૨૦૨૬ના રોજ મળેલી મિટિંગમાં કરાયેલો ઠરાવ આજે સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં અરજન્ટ બિઝનેસ સ્વરૂપે રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરાયો છે.પ્લાનિંગ કમિટીએ કરેલો મૂળભૂત ઠરાવ અક્ષરશ:નીચે મુજબ છે.

આખરી નગર રચના યોજના નં.૧ (રાજકોટ)ના આખરી ખંડ નં.૪૨૩(પ્લે ગ્રાઉન્ડ)ના ઉપયોગ માટે ફાળવવા યોજના વેરીડ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.૨૪ તા.૧૩.૧.૨૦૨૬ લક્ષમાં લેવામાં આવે છે.

આ સંબંધમાં રિપોર્ટ કરતા કમિશનર જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની આખરી નગર રચના યોજના નં.૧ (રાજકોટ) વર્ષ-૧૯૮૪ થી આખરી મંજુર છે અને જે યોજના અમલમાં છે, આખરી નગર યોજનામાં સમાવેશ થતા રે.સ.નં.૪૫૭ પૈકી મૂળખંડ નં.૨૯ને આખરી ખંડ નં.૪૨૩ કે જે ઘુસાભાઇ ટપુભાઇની માલિકીનો આવેલ હતો, સદર આખરી ખંડ નં.૪૨૩ સદર સ્કીમમાં સમાવેશ થતા રે.સ.નં.૪૫૯ પૈકી મૂળખંડ નં.૩૧માંથી કપાત થતી જમીનમાં ફાળવેલ હતો. આખરી નગર રચના યોજના નં.૧ (રાજકોટ)ની દરખાસ્ત મુજબ મુળખંડ નં.૩૧ નિર્મલા સોસાયટી(નિર્મલા કોન્વેન્ટ સ્કુલ)ની માલિકી આવેલ છે.આમ, મૂળખંડ નં.૩૧ના માલિક નિર્મલા સોસાયટી (નિર્મલા કોન્વેન્ટ સ્કુલ) દ્વારા તેમની મૂળખંડની માલિકીની જમીનમાંથી કપાત થતી જમીન બાબતે નામદાર હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરેલ હતી અને જેમાં નામદાર હાઈકોર્ટનાં મનાઈ હુકમના કારણે નગર રચના યોજનાનું અમલીકરણ થઇ શકતું ન હતું. વધુમાં આખરી ખંડ નં.૪૨૩ના માલિક ઘુસાભાઈ ટપુભાઈ દ્વારા પણ નામદાર હાઈકોર્ટમાં દાવો દાખલ કરેલ.જેનાએલપીએનં.૧૭૧૩/૨૦૧૭ના હુકમ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના હુકમ ક્રમાંક: ટીપીએ-૨૪૨૦૨૧. એચસી-૮૬૨-લ તા.૨૨/૧૨/૨૦૨૧ના સુચન મુજબ આખરી ખંડ નં.૪૨૩ના માલિક ઘુસાભાઈ ટપુભાઈની માલિકીના મૂળખંડમાં જ ખુલ્લી જમીનમાં આખરી ખંડ ફાળવવો, તથા મૂળખંડ નં.૩૧માંથી કપાત થતી જમીનમાં સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ હેતુનો અનામત પ્લોટ રાખવાનો હુકમ કરતા ગુજરાત નગર રચના અને શહરી વિકાસ અધિનિયમની જોગવાઈઓને આધીન કલમ-૭૧ હેઠળ સ્કીમને રાજકોટ મહાપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા ઠરાવ નં.૬૨ તા.૧૯.૩.૨૦૨૨થી દર્શાવ્યા મુજબ જરૂરી ઠરાવ કરી નગર રચના યોજના નં.૧ (રાજકોટ) (પ્રથમ ફેરફાર) કરી સરકારમાં મંજુરી અર્થે સાદર કરવામાં આવેલ. અને સાદર કર્યા મુજબની દરખાસ્તને સરકાર દ્વારા વેરીડ યોજનાને મુસદારૂપ, પ્રારંભિક તથા આખરી મંજુર કરવામાં આવેલ છે.અને હાલ આખરી યોજનાની દરખાસ્ત મુજબ યોજના અમલમાં છે.

વધુમાં સ્પે.સી.એ.નં.૧૭૧૧/૨૦૧૭થી નામદાર હાઇકોર્ટ તા.૨૩/૧૨/૨૦૨૧ થી દર્શાવેલ નામદાર હાઇકોર્ટના સ્પે.સી.એ.નં.૧૭૧૧/૨૦૧૭ તા.૨૩/૧૨/૨૦૨૧ના હુકમ મુજબ આખરી ખંડ નં.૪૨૩ ને(સ્કુલ & પ્લે ગ્રાઉન્ડ) ક્ષેત્રફળ ૪,૧૯૭.૦૦ ચો.મી. પ્લોટ રાખવાના બદલે નિર્મલા સોસાયટી (નિર્મલા કોન્વેન્ટ સ્કુલ)ને પરત આપવા જણાવેલ. પરંતુ નામદાર હાઇકોર્ટના હુકમનું ઉલ્લંઘન કરતા સ્પે.સી.એ.નં.૧૭૧૧/૨૦૧૭થી નામદાર હાઇકોર્ટ તા.૨૪/૧૨/૨૦૨૫ થી દર્શાવેલ તા.૨૪/૧૨/૨૦૨૫ના હુકમ મુજબ આખરી ખંડ નં.૪૨૩ ને(સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ) ક્ષેત્રફળ ૪,૧૯૭,૦૦ ચો.મી.ને રદ કરી નિર્મલા સોસાયટી(નિર્મલા કોન્વેન્ટ સ્કુલ)નેપરત આપવા તથા આગામી તા.૧૯.૧.૨૦૨૬ પહેલા યોજના વેરીડ અન્વયેની કાર્યવાહી કરવા રાજકોટ મહાનગરપાલિકાને જણાવેલ છે. જેમાં શરત ચૂક થયેથી કોર્ટને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવેલ છે.

આમ, નામદાર હાઇકોર્ટના સ્પે.સી.એ.નં.૧૭૧૧/૨૦૧૭, તા.૨૪/૧૨/૨૦૨૫ના હુકમ મુજબ આખરી નગર રચના યોજના નં.૦૧ (રાજકોટ)(પ્રથમ ફેરફાર) મુજબના રાજકોટ મહાનગરપાલિકાને સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડના અનામત હેતુ માટે પ્રાપ્ત થયેલ આખરી ખંડ નં.૪૨૩ની જમીન આ સાથે સામેલ પાર્ટ પ્લાનમાં દર્શાવ્યા મુજબની તેમના મૂળખંડમાંથી કપાત થતા આખરી ખંડ નં.૪૨૩ને પ્લે ગ્રાઉન્ડ રાજકોટ મહાપાલિકાની માલિકીમાંથી ફેરફાર કરી નિર્મલા સોસાયટી (નિર્મલા કોન્વેન્ટ સ્કુલ)ને પ્લે ગ્રાઉન્ડનો ઉપયોગ માટે ફાળવવા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૭૧ હેઠળ વેરીડ કરવા જરૂરી ઠરાવ અર્થે. કમિશનરએ પ્લાનિંગ કમિટી મારફત સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત રજુ કરેલ છે.

કમિશનરનો ઉપરોક્ત રિપોર્ટ લક્ષમાં લેતા, આખરી નગર રચના યોજના નં.૦૧ (રાજકોટ)ના આખરી ખંડ નં.૪૨૩(પ્લે ગ્રાઉન્ડ)ના ઉપયોગ માટે ફાળવવા યોજના વેરીડ કરવાના કામે, નામદાર હાઇકોર્ટના સ્પે.સી.એ.નં.૧૭૧૧/૨૦૧૭, તા.૨૪/૧૨/૨૦૨૫ના હુકમ મુજબ આખરી નગર રચના યોજના નં.૦૧ (રાજકોટ) (પ્રથમ ફેરફાર) મુજબના રાજકોટ મહાનગરપાલિકાને સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડના અનામત હેતુ માટે પ્રાપ્ત થયેલ આખરી ખંડ નં.૪૨૩ની જમીન આ સાથે સામેલ પાર્ટ પ્લાનમાં દર્શાવ્યા મુજબની તેમના મૂળખંડમાંથી કપાત થતા આખરી ખંડ નં.૪૨૩ને પ્લે ગ્રાઉન્ડ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીમાંથી ફેરફાર કરી નિર્મલા સોસાયટી (નિર્મલા કોન્વેન્ટ સ્કુલ)ને પ્લે ગ્રાઉન્ડનાં ઉપયોગ માટે ફાળવવા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૭૧ હેઠળ વેરીડ કરવા આ કમિટી સામાન્ય સભાને ભલામણ કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application