ચાંદીમાં ભારે ઉતાર-ચઢાવ: ૨,૫૪,૧૭૪ના હાઈ પરથી રૂ.૨,૩૨,૬૬૩નો લો માર્યો, સોનું પણ ઐતિહાસિક સપાટીએ
ચાંદીમાં ભારે ઉતાર-ચઢાવ: ૨,૫૪,૧૭૪ના હાઈ પરથી રૂ.૨,૩૨,૬૬૩નો લો માર્યો, સોનું પણ ઐતિહાસિક સપાટીએ
December 29, 2025 04:33 PM
સોના–ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત છે. એમસીએકસ વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક ૧૪૩૮૭ રૂપિયાના ઉછાળા સાથે તમામ રેકોર્ડ તોડતાં ૨૫૪૧૭૪ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગઈ હતી.
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી હતી અને તેણે પણ નવી રેકોર્ડ સપાટી બનાવી હતી. ગત શુક્રવારે સોનું ૧૩૯૮૭૩ના ભાવે વાયદા બજારમાં બધં થયું હતું ત્યારે સોમવારે નવા વેપાર અઠવાડિયાની શઆત સાથે જ ૫૭૧ રૂપિયાનો ઉછાળો આવતા સોનાએ ૧૪૦૪૪૪ રૂપિયાની સપાટીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઐતિહાસિક તેજીને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
નિષ્ણાતો કહે છે કે આવનારા નવા વર્ષ ૨૦૨૬માં પણ સોના અને ચાંદીમાં રેકોર્ડ તેજીનો દોર યથાવત્ રહેશે. ચાંદીનો ભાવ ૩૦૦૦૦૦ પ્રતિ કિલોગ્રામ તો સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ ૧૬૦૦૦૦ને પાર થઇ શકે છે