BREAKING NEWS

રાજકોટમાં ટર્મના અંતિમ દિવસે કાલે પાંચ વોર્ડમાં પાણીકાપ, જાણો તમારો વિસ્તાર તો નથી ને આમાં, ચેક કરો

  • March 10, 2026 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે તા.૧૧ માર્ચના રોજ વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થઇ રહી છે બરાબર ત્યારે જ શાસનકાળના અંતિમ દિવસે મ્યુનિ.ઇજનેરોએ પાણીકાપ ઝીંક્યો છે. આવતીકાલે તા.૧૧ને બુધવારે વોર્ડ નં.૭, ૧૩, ૧૪, ૧૭ અને ૧૮ની કુલ ૨૦૦ સોસાયટીઓમાં પાણી વિતરણ બંધ રહેશે.

મ્યુનિ.ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, લાઈન બદલવાની કામગીરી, પાણીના ટાંકાની સફાઈ, ભાદર ઇનકમિંગ વાલ્વ મુકવાની કામગીરીને કારણે તા.૧૧.૩.૨૦૨૬ને બુધવારના રોજ પાંચ વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે.


મહાપાલિકાના ઇજનેરી સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૮ કોઠારીયા વિસ્તારમાં રાધાકૃષ્ણ નગર, રાધાનગર, રેઇનબો સોસાયટી, જવાહરનગર, શિવપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવશ્રધ્ધા સોસાયટી, શ્રધ્ધાદીપ સોસાયટી, ગ્રીનપાર્ક, શ્રધ્ધાપુરી સોસાયટી, રાધા ક્રિષ્ણાનગર, સુખરામ સોસાયટી, વિનોદ્નગર, ભવનાથપાર્ક-૧, ભવનાથપાર્ક-રંગીલાપાર્ક, પુરૂષાર્થ સોસાયટી, લાલપાર્ક, પારસ સોસાયટી, રજત સોસાયટી, શ્યામપાર્ક, શ્રધ્ધાનગર, ન્યું ગોપવંદના, ન્યુ સર્વોદય સોસાયટી, સરદાર વલ્લભભાઇ સોસાયટી, ગુરૂકૃપા સોસાયટી, ઓમ તિરૂપતિ બાલાજી પાર્ક, બાલાજીપાર્ક (સુચિત) ધરમનગર(સુચિત), લક્ષ્મણપાર્ક સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.


જ્યારે વોર્ડ નં.૧૭માં બાબરીયા કોલોની, અયોઘ્યા સોસાયટી, સુભાષ નગર,આશાપુરા નગર, કોઠારિયા રોડ,જમના નગર,હરી ધવા રોડ, કિરણ સોસાયટી, સુભાષ નગર, નહેરુનગર જૂનું, રાજલક્ષ્મી સોસાયટી, કામનાથ સોસાયટી, વિશ્રાન્તિ નગર,વિક્રાંતિ નગર, હુડકો, મોરારી નગરમાં વિતરણ બંધ રહેશે.


વોર્ડ નં.૧૩માં ગુરુકુળ હેડવર્કસ, નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટમાં પાણી નહીં મળે.

વોર્ડ નં.૭માં ભક્તિ નગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે વિસ્તારોમાં પાણી નહીં મળે.


વોર્ડ નં.૧૪માં વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયા નગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની, માસ્ટર સોસાયટી, મીલપરા, મયુર પાર્ક, પુજારા પ્લોટ, આનંદનગર, મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક વિસ્તારમાં પાણી નહીં મળે.


વોર્ડ નં.૧૭ના નારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application