BREAKING NEWS

આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં ઇનામોની વણઝાર, ખેલૈયાઓને બાઈક, ફ્રીજ, વોશિંગ મશીન સહિતના લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્યા

  • October 02, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા નોરતે આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં ભક્તિ અને આનંદનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું. આદ્યશક્તિ મા જગદંબાની પૂજન–આરાધનાથી રાસોત્સવની ભવ્ય શરૂઆત કરવામાં આવી. પૂજા-વિધી બાદ ખેલૈયાઓના પગ લયબદ્ધ સંગીત પર થનગનાટ કરતા થયા અને થોડા જ સમયમાં સમગ્ર મેદાન રંગીન પરંપરાગત પહેરવેશ અને ઝગમગતા પ્રકાશથી ઝળહળતું બની ગયું. નવરાત્રીના અંતિમ દિવસે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા. રાસોત્સવમાં છેલ્લા નોરતે ખેલૈયાઓને મેગા ફાઈનલ રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા જેમાં વિજેતા થનાર પ્રિન્સ- પ્રિન્સેસને લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.


આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં અતિથી વિશેષ તરીકે વોર્ડ નં.૯ના ભાજપના કોર્પોરેટર પુષ્કરભાઇ પટેલ, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, આરબીએ પ્રેસિડન્ટ પરેશભાઈ ગજેરા, આરકે યુનિવર્સીટીના ડેનિશભાઈ પટેલ, ડેકોરા ગ્રુપના નિખિલભાઈ પટેલ, રોકડ ડેવલોપર્સના ચેતનભાઈ રોકડ, વીએચવી ગ્રુપના રાજદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટનું આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવની કમિટીના સભ્યો દ્વારા તલવાર આપી સન્માન કરાયું હતું


આજકાલ પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર-ઇન-ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજીંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા ઉપરાંત ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ વિજેતા થનાર પ્રિન્સ- પ્રિન્સેસને લાખેણા ઇનામોથી નવાજ્યા હતા.


આયોજકો અને જજ કમિટીના સભ્યો સંજયભાઈ ગઢવી, જતીનભાઈ મકવાણા, જીજ્ઞેશભાઈ સરવૈયા, પિનાકભાઈ શર્મા, ભાવેશ સોરઠિયાએ સમગ્ર આયોજન દરમિયાન ભારે જહેમત ઉઠાવી હતી. આ ભવ્ય આયોજનમાં વિશાલ પટેલ, તરંગ રૂપાપરા, મોહિત વઘાસીયા, સંજયસિંહ ઝાલા, ગૌરવ પટેલ, હિરેન રોકડ, વિજયસિંહ ઝાલા, હિરેન પટેલ, ભાવેશ સોરઠીયા, જીતેન જાડિયા, પાર્થ બગડા, જતિન મકવાણા, પારસ પાનસુરીયા, મયુર પાંભર, ભગીરથ ખાચર, ભાવેશ પાદરીયા, રાહુલ લીંબાણી, રાહુલ જાવિયા, મિત ડોબરિયા, હિમાંશુ મુંગલપરા, વિરાજ પટેલ સહિતની આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવના આયોજકોની વિશાળ ટીમે ખેલૈયાઓને પારિવારિક વાતાવરણ પૂરું પાડ્યું હતું.


આજકાલ અને થનગનાટ ગ્રુપ માત્ર ભવ્ય આયોજન અને સંસ્કૃતિક ઝળહળાટ માટે જ નહીં, પરંતુ તેમની નિષ્પક્ષતા માટે પણ લોકપ્રિય છે. નવરાત્રીના અંતિમ દિવસે મેગા ફાઈનલમાં ખેલૈયાઓને તેમની પ્રતિભા મુજબ ઇનામો આપી સન્માનિત કરાયા હતા. ખેલૈયાઓને બાઈક, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, સોનાનો ચેઈન, સાઇકલ સહિતના લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.


મેગા ફાઈનલમાં વિજેતા બનેલા પ્રતિભાશાળી ખેલૈયાઓ


સિનિયર પ્રિન્સેસ ગ્રુપ

એમાં જાનવી કાકરેચા (ક્વીન), 

કિંજલ મકવાણા

મીરાબા રાણા

મિતાલી સોલંકી


સિનિયર પ્રિન્સ ગ્રુપ

કૌશિક લાલકીયા (કિંગ)

પ્રિયાંશ શુકલા

રોહન સોલંકી

શ્લોક વાવડિયા

કેતન મકવાણા 

સિનિયર ગ્રુપ-બી

પુજા રાઠોડ

રેખાબેન ગોહેલ

શ્રુતિ પરમાર

મિતલ ગોહેલ 


સીનીયર ગ્રુપ-બી પ્રિન્સ

આદિત્ય પંડ્યા

નયન ઠાકોર

પાર્થ ભેડા

નિરવ પિઠડિયા

પરેશ ગોહેલ 


જુનિયર પ્રિન્સેસ

વૈભવી મારકણા (ક્વીન)

પ્રધિ કુંડલા

પ્રિયાંશી દાણીધારીયા

ચાર્મી ધરદેવ

રાશી સોલંકી 


જુનિયર પ્રિન્સ

જયદીપ દેગડા(કિંગ)

કેવીન પિઠડિયા

મોફીદ સવાણ

શ્યામ પિઠડિયા

ધાર્મિક જોશી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application