જામનગરના બેડેશ્ર્વરમાં પોલીટેકનીક કોલેજના બે વિધાર્થીઓ વચ્ચે તકરાર થતા મામલો બિચકયો
જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલ પોલીટેકનીક એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા બે વિધાર્થીઓ વચ્ચે મસ્તી મસ્તીમાં બોલાચાલી-તકરાર થઇ હતી અને એક વિધાર્થીને માફી મંગાવી હતી જેનો ખાર રાખીને ઉશ્કેરાયેલા એક વિધાર્થીએ બીજાને માથાના ભાગે હેમર ફટકારી દઇ ઇજા પહોચાડતા મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો. જયાં હુમલો કરનાર સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલી પોલીટેકનીક કોલેજમાં ચુડેશ્ર્વર ગામનો વિધાર્થી અભ્યાસ કરતો હોય અને પુલ ઉતરતા આવેલી દાસારામ હોસ્ટેલમાં રહેતો હોય દરમ્યાન આ વિધાર્થી હોસ્ટેલમાં વાંચતો હતો ત્યારે તેના મમાં રહેતા મુળ હંજડાપર ગામના વિધાર્થી સાથે દસેક દિવસ પહેલા મસ્તી મસ્તીમાં બોલાચાલી થઇ હતી જે બાબતે આરોપીએ ફરીયાદીના દિકરાની માફી માંગી હતી, આ બાબતનો ખાર રાખીને મને માફી કેમ મંગાવી તેમ કહીને આરોપીએ તા. ૧૧ના પોતાની પાસે રહેલ એન્જીનીયર સાધનોના હથોડી જેવુ હેમર કાઢીને સાથી વિધાર્થીને માથામાં ઘા ઝીંકી ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી.
આ અંગેની જાણ થતા ઇજાગ્રસ્તના પિતા ચુડેશ્ર્વર વાડી વિસ્તાર ખાતે રહેતા કમલેશભાઇ જામનગર દોડી આવ્યા હતા અને તેમણે સીટી-બી ડીવીઝનમાં હાલ બેડેશ્ર્વર દાસારામ હોસ્ટેલ ખાતે રહેતા અને હુમલો કરનાર સામે ફરીયાદ નોંધાવી હતી.જેના આધારે પીએસઆઇ મહેતા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.