પૂર્વ ચીન સાગર (East China Sea) માં ચીને એક એવો સૈન્ય અભ્યાસ કર્યો છે જેણે વિશ્વના સંરક્ષણ નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. નાસા અને ingeniSPACE દ્વારા જાહેર કરાયેલી લેટેસ્ટ સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યું છે કે ચીને લગભગ 2,000 જેટલા માછીમારીના જહાજો નો ઉપયોગ કરીને સમુદ્રમાં 400 કિલોમીટર લાંબો એક બ્લોકેડ (અવરોધ) તૈયાર કર્યો છે. આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધની સ્થિતિમાં દુશ્મન દેશોના નૌકાદળને રોકવાનો હોવાનું મનાય છે.
સમુદ્રમાં જહાજોની વિચિત્ર ગોઠવણી
સામાન્ય રીતે માછીમારીની નૌકાઓ દરિયામાં છૂટીછવાઈ હોય છે, પરંતુ ડિસેમ્બર 2025 ની આ તસવીરોમાં ચીની જહાજો એક ખાસ 'જ્યોમેટ્રિકલ શેપ' (ભૌમિતિક આકાર) માં ગોઠવાયેલા જોવા મળ્યા હતા. નિષ્ણાતોના મતે, આ જહાજો બે સમાંતર 'L' આકારમાં ગોઠવાયેલા હતા, જે માછીમારી માટે નહીં પણ કોઈ મોટા સૈન્ય ઓપરેશન કે રસ્તો બ્લોક કરવા માટેની ચોક્કસ ગણતરી દર્શાવે છે. આ જહાજોની હારમાળા એટલી લાંબી હતી કે તેણે સમુદ્રમાં એક વિશાળ બ્રેકર જેવું કામ કર્યું હતું, જેનાથી કોઈપણ વિદેશી જહાજ માટે આ વિસ્તારમાં પ્રવેશવું અશક્ય બની જાય છે.
કેમ માત્ર માછીમારીના જહાજોનો જ ઉપયોગ કર્યો?
ચીને આ ઓપરેશનમાં તેના સૈન્ય જહાજોને બદલે માછીમારીની નૌકાઓનો ઉપયોગ કરવા પાછળ બે મુખ્ય કારણો હોવાનું મનાય છે. ચીન દુનિયાને એવું બતાવવા માંગે છે કે આ માત્ર માછીમારીની પ્રવૃત્તિ છે, જેથી તે કોઈ આંતરરાષ્ટ્રીય કાયદામાં ન ફસાય. યુદ્ધના સમયે હજારો નાની નૌકાઓ મોટા યુદ્ધ જહાજોના માર્ગમાં અડચણ ઉભી કરવા માટે અને જાસૂસી કરવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
સમાચાર એજન્સી AFP એ NASA અને ingeniSPACE ને ટાંકીને એક સેટેલાઇટ છબી જાહેર કરી છે. તેમાં, ચીની માછીમારી જહાજો ભૌમિતિક રચનામાં તૈનાત જોવા મળે છે. આ છબી ડિસેમ્બર 2025 ની છે. ચીને આ બાબતે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.
નિષ્ણાતોની ચેતવણી: આ યુદ્ધની નિશાની છે
વોશિંગ્ટન સ્થિત 'સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ' (CSIS) ના ડિરેક્ટર ગ્રેગરી પોલિંગે જણાવ્યું હતું કે તેમણે ક્યારેય બંદરની બહાર આટલી મોટી સંખ્યામાં ચીની નૌકાઓનું એકત્રીકરણ જોયું નથી. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ નૌકાદળ અધિકારી જેનિફર પાર્કરે પણ આને સીધો જ 'મિલિટરી ડ્રિલ' ગણાવ્યો છે.
ચીન અત્યારે પૂર્વ ચીન સાગરમાં તેના ત્રણ મુખ્ય હરીફ દેશો—તાઈવાન, જાપાન અને ફિલિપાઈન્સ—પર દબાણ વધારવા માંગે છે. આ દેશોની દરિયાઈ અવરજવરને અટકાવીને ચીન આખા પ્રદેશ પર પોતાનું પ્રભુત્વ સ્થાપવાની ફિરાકમાં છે. જો આ તણાવ વધશે, તો એશિયામાં એક વિનાશક યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી આશંકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMઈરાનનો અમેરિકા પર સીધો પ્રહાર: તુર્કીમાં આવેલા અમેરિકાના 'ઇન્સર્લિક એરબેઝ'ને બનાવ્યું નિશાન
March 13, 2026 06:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
