મધ્ય પૂર્વમાં ચાલી રહેલી જંગ હવે ઈઝરાયેલથી આગળ વધીને સીધી અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે. ઈરાને તુર્કીમાં આવેલા અમેરિકાના વ્યૂહાત્મક 'ઇન્સર્લિક એરબેઝ' (Incirlik Airbase) ને નિશાન બનાવીને મિસાઈલ છોડી છે. આ એરબેઝ એટલા માટે મહત્વનું છે કારણ કે ત્યાં અમેરિકાના અત્યંત શક્તિશાળી ટેક્ટિકલ ન્યુક્લિયર હથિયારો રાખવામાં આવ્યા છે.
તુર્કી અને ઓમાનની ખાડીમાં હુમલાનો ધમધમાટ
તુર્કીના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તેઓ આ ગંભીર મુદ્દે ઈરાન સાથે સતત સંપર્ક જાળવી રહ્યા છે. બીજી તરફ, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેમણે ઓમાનની ખાડીમાં તૈનાત અમેરિકી એરક્રાફ્ટ કેરિયર 'USS અબ્રાહમ લિંકન' પર પણ મિસાઈલ હુમલો કર્યો છે. જોકે, અમેરિકાએ આ એરક્રાફ્ટ કેરિયર પરના હુમલાનો ઇનકાર કર્યો છે, પરંતુ ઈરાનનું કહેવું છે કે હુમલા બાદ યુએસ જહાજ પાછું હટી ગયું છે.
નાટો (NATO) ના ત્રણ મથકો ટાર્ગેટ પર
ઈરાને એકસાથે ત્રણ નાટો ઠેકાણાઓ પર નિશાન સાધ્યું છે, જેમાં દુબઈ પરના મોટા હુમલાનો પણ સમાવેશ થાય છે. આ આક્રમકતાને જોતા અમેરિકાએ તેના એર ડિફેન્સ સિસ્ટમને યુરોપથી મિડિલ ઈસ્ટ તરફ રવાના કરી છે. મેડિટેરેનિયન સમુદ્રમાં નાટોના એર ડિફેન્સે ઈરાનની એક બેલેસ્ટિક મિસાઈલને હવામાં જ તોડી પાડી હોવાના પણ અહેવાલ છે, જે ઈન્સર્લિક ન્યુક્લિયર બેઝ તરફ વધી રહી હતી.
અમેરિકાનો વળતો પ્રહાર અને નાટોની મહાયુદ્ધની તૈયારી
ઈરાનના હુમલાના જવાબમાં અમેરિકાએ તેહરાનના 'વરમીન' વિસ્તારમાં ભીષણ બોમ્બમારો કર્યો છે, જેમાં ઈરાનના પૂર્વી કમાન્ડ હેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યું છે. યુદ્ધની ગંભીરતાને જોતા જર્મનીએ પૂર્વ યુરોપમાં મોટી સૈન્ય ડ્રિલ શરૂ કરી છે. લિથુઆનિયાથી જર્મની સુધી ઘાયલ સૈનિકોને બચાવવાની 'મેડિકલ ઇવેક્યુએશન' કવાયત હાથ ધરવામાં આવી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ આ સૌથી મોટી કવાયત માનવામાં આવે છે, જે સૂચવે છે કે નાટો હવે સંપૂર્ણ કક્ષાના યુદ્ધ માટે તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMઈરાનનો અમેરિકા પર સીધો પ્રહાર: તુર્કીમાં આવેલા અમેરિકાના 'ઇન્સર્લિક એરબેઝ'ને બનાવ્યું નિશાન
March 13, 2026 06:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
