દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ ઓખા ખાતે સ્થાનિક મહિલાઓ સાથે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
શિબિરમાં કાનૂની સેવા સત્તા મંડળ સાથે સંકળાયેલ વકીલ શ્રી આર.એન.ઠાકર દ્વારા અધિનિયમની વિવિધ જોગવાઇઓ તથા કલમો વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ઘરેલુ હિંસાના બનાવો, ઉદાહરણો, તેનાથી પોતાનું રક્ષણ, હિંસાનો ભોગ બને તો લેવાના પગલાં, વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી પી.પી.જાદવ દ્વારા આ અધિનિયમનો દુરુપયોગ ન થાય તે માટે સમજ આપવામા આવી હતી. વધુમાં ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સખી-વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન વગેરે મહિલાઓ માટેની સેવાઓની માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપીને કાયદાકીય રક્ષણને લગતાં સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ જાગૃતિ કાર્યકમમાં ટી.સી.એસ.આર.ડી.ના કિરણબેન કવા અને ટીમ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોના કર્મચારીઓ અને સ્થાનિક મહિલાઓએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMઈરાનનો અમેરિકા પર સીધો પ્રહાર: તુર્કીમાં આવેલા અમેરિકાના 'ઇન્સર્લિક એરબેઝ'ને બનાવ્યું નિશાન
March 13, 2026 06:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
